Usury terror: Four youths attacked with knife, yesterday one youth drank phenyl
ભરૂચ /
વ્યાજખોરનો આતંક: ચાર યુવક પર છરી વડે હુમલો, ગઇકાલે એક યુવાને પી લીધું હતું ફિનાઇલ
Team VTV08:39 PM, 27 Jan 23
| Updated: 08:40 PM, 27 Jan 23
ભરૂચમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની રાતે પાંચ હજાર પાંચસો રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજખોર યુવકો પર છરીથી હુમલો કર્યો હતો.
ભરૂચમાં વ્યાજખોરોનો આતંક યથાવત
5 હજાર 500 રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજખોરે 4 યુવક પર કર્યો હુમલો
યુવાને ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો
પોલીસ વ્યાજખોરોને પકડીને જેલ હવાલે કરી રહી છે. ત્યારે હજુ પણ વ્યાજખોરોના ત્રાસથી કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વ્યાજખોરોથી ત્રસ્ત બનેલા લોકો ઝેરી દવા પી ને અથવા ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે ભરૂચમાં વ્યાજખોરોના આતંકના બે ગુનાઓ નોંધાવવા પામ્યા છે. ભરૂચમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો
ભરૂચમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની રાતે પાંચ હજાર પાંચસો રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજખોર યુવકો પર છરીથી હુમલો કર્યો હતો. ત્યારે ગત રોજ વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફીનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે બંને ફરિયાદીના નિવેદનના આધારે આગળની કાર્યવાહિ હાથ ધરી છે. 4 યુવકો પર છરી વડે કર્યો હુમલો
ભરૂચમાં વ્યાજખોરોએ આતંક મચાવ્યો છે. ત્યારે પાંચ હજાર પાંચ સો ની ઉઘરાણી માટે વ્યાજખોરે 4 યુવક પર હુમલો કર્યો હતો. ત્યારે અન્નુ દિવાન નામના વ્યાજખોરે 4 યુવકો પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી હતી. તાત્કાલીક સારવાર મળતા જીવ બચી ગયો
ભરૂચમાં ગત રોજ વ્યાજખોરોથી ત્રસ્ત બનેલ યુવક દ્વારા ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે યુવકને તાત્કાલીક ધોરણે સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારે આ મામલે પોલીસ યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે ભરૂચ પોલીસે બંને કેસમાં તપાસ હાથ ધરી છે.