સમિટ / USISPFની બેઠકમાં PM મોદીએ કહ્યું કે, દુનિયાનો ભારત પર ભરોસો વધ્યો, રોકાણ માટે બન્યું પહેલી પસંદ

usispf india us summit pm modi global supply chain

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે US-India સ્ટ્રેટજિક પાર્ટનરશિપ ફોરમ(USISPF)ની ત્રીજી વાર્ષિક સમિટને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત એવી જગ્યા જ્યાં તમામ ગુણ છે. ભારત વિદેશી રોકાણો માટે આકર્ષક જગ્યા બનીને ઉભર્યું છે. અમેરિકાથી લઇને ખાડીના દેશો સુધી તમામ દેશ આપણા પર વિશ્વાસ કરી રહ્યા છે. ભારત રોકાણ માટે પહેલી પસંદ બન્યું છે. એમેઝૉન, ગુગલ જેવી કંપનીઓ ભારત માટે લાંબાગાળાની નીતિઓનું એલાન કરી રહી છે. આ દરમિયાન તેમણે જીએસટી અને શ્રમ સુધારાઓના પણ વખાણ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ