બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / 5 વર્ષથી એકધાર્યો મોબાઈલ નંબર વાપરતાં હોવ તો, તમને મળશે આ મોટા લાભ, પૈસા કરતાં પણ વધારે

વાયરલ / 5 વર્ષથી એકધાર્યો મોબાઈલ નંબર વાપરતાં હોવ તો, તમને મળશે આ મોટા લાભ, પૈસા કરતાં પણ વધારે

Priyankka Triveddi

Last Updated: 10:05 AM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના યુગમાં જ્યાં લોકો ફોન બદલવાની સાથે સાથે મોબાઈલ નંબર પણ બદલતા રહે છે. ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે વર્ષોથી એક જ નંબરનો ઉપયોગ કરે છે. ત્યારે વિચારો શું કોઈ મોબાઈલ નંબર પરથી કોઈના વ્યક્તિત્વ વિશે કોઈ જાણ થઈ શકે?

સોશિયલ મીડિયા પર એક નાની ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ 31 સેકન્ડની ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે જો તમે લોકો છેલ્લા 5 વર્ષથી એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરો છો તો તમે કેવા પ્રકારના વ્યક્તિ છો. આ વીડિયો હાલ લોકોમાં ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોઈને તેઓ પોતાને તેમાં ફિટ કરવાની કોશિશ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો પણ આપી રહ્યા છે.

તમારો નંબર તમારા વિશે 5 વાતો કહે છે

આ વીડિયો 31 સેકન્ડ લાંબો છે. જો તમે 5 વર્ષથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છો તો તે તમારા વિશે 5 વાતો કહે છે:

  1. તમારી સામે કોઈ કોર્ટ કે પોલીસ કેસ નથી.
  2. તમે તમારા જીવનસાથી પ્રત્યે પ્રામાણિક અને નિષ્ઠાવાન છો.
  3. તમારી ઉપર કોઈ દેવું નથી.
  4. તમે મુશ્કેલી ઉભી કરનારા નથી અને સમાજમાં તમારા વ્યવહાર સારા છે.
  5. તમે એક જવાબદાર અને વિશ્વસનીય વ્યક્તિ છો.

યુઝર્સની પ્રતિક્રિયા

આ વીડિયો X પર @aksh_44 હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી વધુ વ્યૂઝ અને 37 હજાર લાઇક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત સેંકડો યુઝર્સે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે તેઓ કેટલા વર્ષોથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - 5 વર્ષથી એક જ મોબાઇલ નંબર. 5 હકીકતો.

user1

વધુ વાંચો: VIDEO : હા મોજ હા! થાઈલેન્ડમાં થીરક્યા ભારતીય પ્રવાસીઓ, વીડિયો થયો જોરદાર વાયરલ

vtv app promotion

@ahari_naresh નામના યુઝરે લખ્યું - મારી પાસે 15 વર્ષથી એક જ નંબર છે... પપ્પાએ મને 2010 માં જ્યારે હું 12મા ધોરણમાં હતો ત્યારે આ નંબર આપ્યો હતો... મારી પાસે હજુ પણ એ જ નંબર છે.

user-2

@CaptRathee એ ટિપ્પણી કરી હતી - મારી પાસે છેલ્લા 21 વર્ષથી એક જ નંબર છે. તેવી જ રીતે કેટલાક યુઝર્સે કહ્યું કે તેઓ 10 વર્ષથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે કેટલાકે એમ પણ કહ્યું કે આ સમયગાળો 5 થી 15 વર્ષનો છે. તમે કેટલા વર્ષોથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છો? અને શું તમે વીડિયોમાં સમજાવેલા તર્ક સાથે સહમત છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

number theory trending Same number from 5 years mobile numer viral video
Priyankka Triveddi
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ