બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / users need to do minimum rs 45 recharge

Attention / આ કંપનીનું સીમકાર્ડ ધરાવાતા હોય તો ખાસ વાંચો, નહીં કરાવો આ રિચાર્જ તો થશે નંબર બંધ

Last Updated: 04:38 PM, 18 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ કંપની એરટેલે પ્રીપેઇડ ગ્રાહકો માટે લઘુતમ ફરજિયાત રિચાર્જ 23 રૂપિયાથી વધારીને 45 રૂપિયા કરી દીધું છે. કંપનીના જણાવ્યા અનુસાર હવે ગ્રાહકોએ એરટેલની સેવાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 45 રૂપિયાનું રિચાર્જ કરવા પડશે.

  •  એરટેલ પ્રીપેઇડ ગ્રાહકો ખાસ વાંચો 
  • નંબર ચાલુ રાખવા 45 રૂપિયાનું રિચાર્જ કરાવવું અનિવાર્ય
  • નંબર થઇ શકે બંધ

ગ્રાહકોએ 28 દિવસના રિચાર્જ માટે ઓછામાં ઓછું 45 રૂપિયા રિચાર્જ કરવું પડશે. આ રીચાર્જ તમામ સેવા ક્ષેત્રના ભારતી એરટેલ અને ભારતી હેક્સાકોમ ગ્રાહકોએ કરવું પડશે.

રિચાર્જ નહીં કરાવનાર ગ્રાહકોની સેવાઓ કરાશે બંધ 

કંપનીના જણાવ્યા અનુસાર, જો અવધિની સમાપ્તિ થયાં બાદ 45 રૂપિયા અથવા તેથી વધુનું રિચાર્જ કરવામાં નહીં આવે તો, કંપની 15 દિવસ માટે મર્યાદિત સેવાઓ પ્રદાન કરશે. જો 15 દિવસના આ સમયગાળા દરમિયાન રિચાર્જ કરવામાં નહીં આવે, તો બધી સેવાઓ બંધ થઈ જશે. નોંધનીય છે કે તાજેતરમાં ટેલિકોમ ક્ષેત્રમાં ઉગ્ર સ્પર્ધાને કારણે એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓએ તેમના દરોમાં વધારો કર્યો છે.

સુનીલ ભારતી મિત્તલે આપ્યું નિવેદન 

દેવુંના ભાર હેઠળ રહેલી ટેલિકોમ ક્ષેત્રની ભારતી એરટેલના અધ્યક્ષ સુનીલ ભારતી મિત્તલે તાજેતરમાં કહ્યું હતું કે, ઓલ-ટાઇમ લો ટેરિફ અને ઉંચા વપરાશના જોડાણ ટેલિકોમ ઉદ્યોગને મારી રહ્યા છે. રોકાણ સુરક્ષા અને ઉપભોક્તાના હિત વચ્ચે સંતુલન રાખવા માટે સેક્ટર નિયમનકારે તુરંત હસ્તક્ષેપ કરવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Prepaid Plan Bharti Airtel recharge ગુજરાતી ન્યૂઝ રિચાર્જ સીમકાર્ડ Bharti Airtel
Kavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ