ભારતીય બજારમાં કેટલાક દિવસોમાં MPV ની ડિમાન્ડ ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. મોટાભાગના લોકો ઓછી કિંમતમાં વધુ સ્પેસ અને સીટ ધરાવતી કારની ખરીદી કરી રહ્યા છે, પરંતુ કેટલીક વખત ઉંચી કિંમત અને ટાઇટ બજેટને કારણે લોકો કાર ખરીદવાનો શોખ પૂર્ણ કરી શકતા નથી.
કારની ખરીદી કરનાર માટે ખુશખબર
મારુતિ સુઝૂકી આપી રહી છે ખાસ ઓફર
ફ્ક્ત 95,000 મળશે મારુતિ કાર
પરંતુ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતી સુઝુકી પોતાની યૂઝ્ડ કાર ફર્મ "Truevalue" ના માધ્યમથી જુની કારનું વેચાણ કરે છે. આ સમયે Truevalue વેબસાઇટ પર સૌથી ઓછી કિંમત ધરાવતી 7 સીટર MPV અને સ્વીફ્ટ જેવી કારનું વેચાણ કરી રહી છે.
Maruti wagon r : કંપનીની બેસ્ટ સેલિંગ હેચબેક કારમાં એક વેગનઆરના પેટ્રોલ સંસ્કરણનું એન્ટ્રી લેવલ વેરિયંન LXI આ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ પર આપવામાં આવેલ વિગત મુજબ આ કાર 2010નું મોડેલ છે અને અત્યાર સુધીમાં આ કાર 1,71,302 કિલોમીટર ચાલેલી છે. જેમાં CNG કીટ ફીટ છે. જેની કિંમત 1.95 લાખ નક્કી કરવામાં આવી છે.
Maruti Ritz : મારુતિએ પોતાની હેચબેક કારનું વેચાણ બંધ કરી દીધું છે. વેબસાઇટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર આ કાર 2016 નું મોડેલ છે અને અત્યાર સુધીમાં તે 1,67,102 કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે. તે પ્રથમ ઓવનરશીપ ધરાવે છે. જેની કિંમત 1.90 રાખવામાં આવેલ છે.
Maruti Swift : કંપનીની જાણીતા હેચબેક કારમાં સ્વીફ્ટ એક અનોખું સ્થાન ધરાવે છે. આ કારના શોખીનો પણ ઘણા છે. આ કારનું ડીઝલ મોડેલનું એન્ટ્રી લેવલ વેરિયંટ LDI આ વેબસાઇટ પર વેચાણ અર્થે મુકવામાં આવેલ છે. આપવામાં આવેલ જાણકારી અનુસાર આ કાર 2010નું મોડેલ છે અને અત્યાર સુધીમાં તે 1,13,810 કિલોમીટર ચાલેલ છે. જેની કિંમત 1.75 લાખ કિંમત નક્કી કરવામાં આવી છે.
Maruti Eco : મારુતિ ઇકો નાના પરિવારો માટે ખુબ જ જાણીતી કાર છે. આ કારનું 7 સીટર વેરિયંટ આ વેબસાઇટ પર વેચાણ અર્થે ઉપલબ્ધ છે. આપવામાં આવેલ જાણકારી અનુસાર આ કાર 2014 નું મોડેલ છે અને તે અત્યાર સુધીમાં 1,35,499 કિલોમીટર ચાલેલ છે, જેની કિંમત 95000 નક્કી કરવામાં આવી છે.
નોંધ :
અહીં કાર વિશે આપવામાં આવેલ જે પણ વાત "Truevalue" વેબસાઇટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર છે. જુના વાહનો ખરીદતા પહેલા તેની કંડીશન અને દસ્તાવેજોની તપાસ કરી ખૂબ જ જરૂરી છે. આ તમામ કાર દિલ્હીમાં વેચાણ અર્થે રાખવામાં આવી છે.