બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કોઇને ઉધાર આપેલા રૂપિયા પરત લેવામાં પડી રહ્યાં છે ફાંફા, તો આ ટિપ્સ નીવડશે ફાયદાકારક
Last Updated: 10:49 AM, 21 June 2024
દુનિયામાં એક વસ્તુ એવી છે જેના કારણે તમારા મિત્રો દુશ્મન બની જાય છે. સંબંધિઓ સાથે તમારા સંબંધ બગડવા લાગે છે અને અહીં સુધી કે મર્ડર પણ થઈ જાય છે. આ વસ્તુ છે ઉધારી. ઘણા લોકો જરૂર પડવા પર પોતાના ઓળખી લોકો પાસેથી કે મિત્રો, સગા સંબંધિઓ પાસેથી પૈસા ઉધાર લે છે. પરંતુ પૈસા સમયથી પરત નથી કરતા. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે આ રીતને અજમાવીને પૈસા પરત લઈ શકો છો.
ADVERTISEMENT
લિગલ નોટિસ
ADVERTISEMENT
જો તમને પણ કોઈ ઉધારીના પૈસા પાછા નથી આપી રહ્યું તો તમે તેના વિરૂદ્ધ કેસ દાખલ કરી શકો છો. પહેલા તમે તે વ્યક્તિને લિગલ નોટિસ મોકલો જેમાં પૈસા પરત આપવાનો ઉલ્લેખ હોય, તેમાં સમય મર્યાદા અને અમાઉન્ટ બધુ જ લખો. જો તે વ્યક્તિ તમને તે સમયગાળા દરમિયાન પૈસા પરત કરી દે તો કેસ કરવાની જરૂર નહીં પડે.
સિવિલ સૂટ દાખલ કરો
પરંતુ જો તે લીલગ નોટિસમાં આપવામાં આવેલા સમય અનુસાર પૈસા ન આપે તો પછી તમે તેના પર સિવિલ સૂટ દાખલ કરી શકો છો. જેમાં સીપીસી એટલે કે કોડ ઓફ સિવિલ પ્રોસીઝરના ઓર્ડર 37ના હેઠળ ઉધાર પૈસા આપનારને 10 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવાના રહેશે અને આરોપ હેઠળ પોતાની લીલલ આપવાની રહેશે.
સિવિલ સૂટમાં તમે કયા મોડમાં પોતાના પૈસા લીધા ચેક કરી લો, ઓનલાઈન કે કેશ એ પણ જણાવવાનું હોય છે. કેશ આપેલા પૈસાનો રેકોર્ડ રાખવો મુશ્કેલ હોય છે. જોકે જ્યારે તમે પૈસા ઉધાર આપ્યા તે સમય કોઈ અન્ય કારણ હશે તો તમારો કેસ મજબૂત થઈ જશે. તમે કેસ જીતી ગયા તો પૈસા પરત મળી જશે.
કરી શકો છો ક્રિમિનલ સૂટ પણ દાખલ
તમે સાંભળ્યું હશે કે આઈપીસીની કલમ 420 જે ફ્રોડના કેસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ક્રિમિનલ સૂટમાં વકીલની મદદથી તમે કલમ 420 અને કલમ 406ના હેઠળ કેસ ફાઈલ કરી શકો છો. ક્રિમિનલ સૂટમાં આરોપીઓને આરોપ સાબિત થવા પર પૈસા પરત કરવાના હોય છે. સાથે જ તેને જેલ મોકલવાની પણ જોગવાઈ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.