ખાંસીથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય, થોડા જ સમયમાં લાગશે ફરક

By : krupamehta 12:44 PM, 12 September 2018 | Updated : 12:45 PM, 12 September 2018
હાલમાં ડબલ સિઝન ચાલી રહી છે. શરદી અને ખાંસીના વાયરા ઘરે ઘરે જોવા મળી રહ્યા છે. જો કે હવે ઠંડીની સિઝન હવે શરૂ થવાની છે. આ સિઝનમાં બીમારી થવી એક સામાન્ય વાત છે. આ સિઝનમાં થોડી પણ બેદરકારી આપણા માટે ભારે પડી શકે છે. ઠંડીની સિઝનમાં સામાન્ય બિમારી છે ખાંસી-શરદી. સુકી અને કફ વાળી ખાંસી 2 પ્રકારની હોય છ અને બંને પ્રકારની ખાંસી ખૂબ જ પરેશાન કરે છે. ખાંસીથી જલ્દી છુટકારો મેળવવો જરૂરી છે નહીં તો આગળ ચાલીને ટીબી અને અસ્થમા જેવી ગંભીર બિમારીઓનું રૂપ લઇ લે છે. 

1/4 ચમચી મધ અને એટલા જ પ્રમાણનો મુલેઠી પાઉડર અને દાલચીની પાઉડરને મિક્સ કરો અને આ મિશ્રણને દિવસમાં બે વખત સવાર અને સાંજે પાણીની સાથે સેવન કરો. પછી જુઓ ખાંસી થોડાક જ સમયમાં કેવી રીતે ગુમ થઇ જાય છે. 

5-6 લવિંગ શેકીને તુલસીના પાનની સાથે ખાવાથી તમામ પ્રકારની ખાંસીથી લાભ થાય છે. હળદરના ટુકડાને ઘી માં શેકીને રાતે સૂતી વખતે મોંઢામાં રાખવાથી ખાંસી અને કફમાં ફાયદો મળે છે. 

આ પ્રકારે બે ગ્રામ મરીના પાવડરમાં ડોઢ ગ્રામ મિશ્રીનું ચૂર્ણ મિક્સ કરીને દિવસમાં 3-4 વખત એક-એક ગ્રામનું પ્રમાણ મધની સાથે ચાટવાથી પણ લાભ થાય છે. 

ગળું સાફ ના થવું અથવા કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવું ખાંસી થવાનું પ્રમુખ કારણોમાંથી છે અને હળદર વાળું દૂધ પીવાથી ગળું સાફ થાય છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story