use sour buttermilk while washing Hair for hair loss regrowth home remedy
હેરકેર /
વાળ ધોતી સમયે કરી લો આ 1 વસ્તુનો ઉપયોગ, આવશે નવી ચમક અને ખરતા વાળ થશે બંધ
Team VTV04:37 AM, 14 Aug 20
| Updated: 12:15 PM, 14 Aug 20
દરેક યુવતી પોતાના વાળની ખૂબ જ કેર કરે છે. તેના વાળની ચમક માટે અને ગ્રોથ માટે તે અનેકગણો ખર્ચ પણ કરે છે. પરંતુ આજે અમે આપને એવો એક ઘરેલૂ નુસખો બતાવી રહ્યા છે જેનાથી તમારા વાળ કાળા રહેશે, ખોડાની સમસ્યા પણ દૂર થશે, વાળનો ગ્રોથ વધશે અને સાથે તે ખરતા પણ અટકશે. હા અને આ માટે તમારે ફક્ત 10 રૂપિયાનો ખર્ચ કરવાનો છે. તમે વાળ ધોતી સમયે છાશનો ઉપયોગ કરશો તો ઉપરની તમામ સમસ્યામાંથી રાહત મળશે.
10 રૂપિયામાં વાળની સમસ્યાથી મેળવો છૂટકારો
વાળમાં આવશે ચમક અને ખરતા વાળ થશે બંધ
વાળ ધોતી સમયે છાશનો કરો ઉપયોગ, વાળ રહેશે કાળા
કહેવાય છે કે જો દિવસમાં 50-100 વાળ તૂટે તો કોઇ ચિંતાની વાત નથી કારણકે તે બિલકુલ સામાન્ય છે. પરંતુ અત્યારની વરસાદ, ભેજ અને પોલ્યુશનની સીઝનમાં વાળની સમસ્યાઓ વધી રહી છે. આ સમયે તમારે તેને ગંભીરતાથી લેવી જરૂરી છે. આ માટે તમે અનેકગણો ખર્ચ કરો તે જરૂરી નથી. ઘણી વખત વાળની કાળજી લેવા માટે તમે ઘરેલુ નુસખો અજમાવી શકો છો. તમે વાળ ધોતી સમયે છાશનો ઉપયોગ કરો અને પછી તેને શેમ્પૂથી ધૂઓ. છાશ વાળને આ રીતે ફાયદો આપે છે.
છાશથી વાળને આ ફાયદો મળે છે.
છાશમાં લેક્ટિક એસિડ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન એ, ડી અને બી-12, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ હોય છે. આ છાશને વાળમાં લગાવવાથી માથામાં આવતી ખંજવાળ દૂર થાય છે. વાળ મજબૂત બને છે, નવા વાળને વધવામાં મદદ મળે છે. વાળમાં ચમક આવવાની સાથે તેના ગ્રોથમાં પણ વધારો થાય છે.
આ રીતે કરો વાળમાં છાશનો ઉપયોગ
ખાટી છાશમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળ પર 15 મિનિટ સુધી મસાજ કરો. હવે હૂંફાળા પાણીથી વાળને ધોઇ લો. તેનાથી વાળમાંથી ખોડો અને ખંજવાળની સમસ્યા દૂર થાય છે. ખોડો દૂર કરવા માટે તમે વિનેગરની સાથે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
વાળ કાળા અને ભરાવદાર કરવા કરો આ 1 ઉપાય
એક મિક્સરમાં 7-8 લીમડાના પાન અને છાશ મિક્સ કરીને હેર પેક બનાવી લો. આ હેર પેકને 30 મિનિટ સુધી લગાવી રાખો અને શેમ્પુથી વાળ ધોઇ લો. અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવાથી વાળ કાળા અને ભરાવદાર થશે.