જો તમે વાળને કાળા, લાંબા અને શાઈની રાખવા ઈચ્છો છો તો અનેક મોંઘા ઉપાયો કર્યા વિના તમે ફક્ત રસોઈની ડુંગળીનો ઉપયોગ કરીને તમે તમારા વાળની કેર કરી શકો છો. નારિયેળ તેલ, મધની સાથે ડુંગળીનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ શાઈની, લાંબા અને કાળા થાય છે. તો જાણો કઈ રીતે કરશો ઉપયોગ.
હેર કેરમાં રસોઈની આ વસ્તુનો કરો પ્રયોગ
ડુંગળીની સાથે મિક્સ કરો આ વસ્તુ
વધશે વાળની ચમક, ગ્રોથ અને રહેશે કાળા
શરીરને હેલ્ધી રાખવા માટે લોકો શરીરની કેર કરે છે અને સાથે વાળને હેલ્ધી રાખવાનું પણ જરૂરી રહે છે. લાંબા, કાળા અને શાઈની વાળ તમારી સુંદરતા વધારે છે. તમે જે ડાયટ લો છો તેની અસર તમારા વાળ અને સ્કીન પર થતી રહે છે. ફક્ત ડાયટ જ નહીં વાળને અલગ દેખરેખની પણ જરૂર રહે છે. તમે વાળની યોગ્ય કેર કરો છો તો તે સારા રહે છે અને તેનો ગ્રોથ વધવાની સાથે તે કાળા અને ચમકદાર બને છે.
ડુંગળીના રસથી વાળ કાળા અને લાંબા થાય છે
આજે અમે આપને કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવી રહ્યા છીએ જે સસ્તા છે અને સાથે જ તમારા માટે કામના પણ છે. તે સરળતાથી તમારી મદદ કરી લેશે. તો જાણો ડુંગળીને તમે કઈ વસ્તુની સાથે મિક્સ કરીને વાળ માટે યૂઝ કરી શકો છો. માનવામાં આવે છે કે ડુંગળીના રસથી વાળ કાળા અને લાંબા થવાની સાથે તેનો ગ્રોથ પણ વધે છે.
ડુંગળી અને નારિયેળ તેલ
ડુંગળીના રસને નારિયેળ તેલની સાથે મિક્સ કરીને લગાવવાથી વાળ લાંબા, કાળા અને શાઈની રહે છે. ડુંગળીના રસને નારિયેળ તેલ સાથે મિક્સ કરવાથી તેની પૌષ્ટિકતા વઘે છે. જે વાળને માટે પ્રોપર રહે છે.
ડુંગળી અને મધ
મધને સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ માનવામાં આવે છે. એટલું જ નહીં મધને સ્કીન અને હેર કેરમાં પણ ફાયદારૂપ માનવામાં આવે છે. હેલ્ધી વાળ માટે મધનો ઉપયોગ લાભદાયી રહે છે. તો હવે તમે પણ ડુંગળીનો રસ અને મધને મિક્સ કરીને વાળ પર લગાવો. તમારા વાળનો ગ્રોથ સારો થશે.
ડુંગળી અને બિયર
વાળની હેલ્થ માટે બિયરને લાભદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે બિયરથી વાળ ધોવાથી વાળમાં ચમક આવે છે. વાળને લાંબા કરવા ડુંગળીના રસમાં બિયર મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવાથી અને સાથે બિયરનું શેમ્પૂ લગાવવાથી પણ ફાયદો થાય છે.
ડુંગળી અને ઓલિવ ઓઈલ
આ મિશ્રણ પણ વાળ માટે લાભદાયી સાબિત થઈ શકે છે. ડુંગળીના રસની સાથે ઓલિવ ઓઈલને મિક્સ કરીને લગાવવાથી વાળનો ગ્રોથ જલ્દી વધે છે. આ સાથે વાળના મૂળમાં લગાવવાથી વાળ ઝડપથી વધે છે અને તેની ચમક પણ જળવાઈ રહે છે.