use of mouthwash may help to kill coronavirus within the mouth in saliva
રિસર્ચ /
કોરોના સંક્રમિત થતાં જ 30 સેકન્ડમાં કોરોનાનો થઈ શકે છે ખતમ, કરી લો ફક્ત આ 1 કામ
Team VTV09:03 AM, 21 Nov 20
| Updated: 09:04 AM, 21 Nov 20
કોરોના મહામારી દેશમાં ફેલાઈ રહી છે ત્યારે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોનાને દૂર કરવા માટે ફક્ત 30 સેકંડની જરૂર રહે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તમે તેને માર્કેટમાં મળનારા માઉથવોશથી ખતમ કરી શકો છો.
કોરોનાનો મો માં 30 સેકન્ડમાં થઈ શકે ખાત્મો
સંક્રમિતના સંપર્કમાં આવ્યા હોય તો માઉથવૉશ કરો
લાળ ગળવાથી શ્વસનતંત્રમાં પ્રવેશે છે કોરોના
લાળ ન ગળીને માઉથવૉશ કરવાથી કોરોનાનો ખાત્મો
કોરોના પેશન્ટ પર પોતાના રિસર્ચમાં યૂનાઈટેડ કિંગડમના વેલ્સની યુનિવર્સિટી હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે કહ્યું છે કે એક સ્વસ્થ વ્યક્તિ કોઈ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો કોરોના વાયરસ તેના મોઢામાં પ્રવેશ કરીને જાય તો તેને માઉથવોશની મદદથી તરત જ ખતમ કરી શકાય છે. ધ્યાન રાખો કે મોઢામાંની લાળને ગળો નહીં તેને થૂકી દો અને તરત જ માઉથવોશનો ઉપયોગ કરો.
માઉથવોશની મદદથી ખતમ થશે કોરોના
શોધ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માઉથવોશની મદદથી કોરોનાને મોઢાની અ્ંદરના સલાઈવામાંના વાયરસને ખતમ કરી શકાશે. કોરોના વાયરસ તેના શ્વસનતંત્રમાં પ્રવેશ કરીને જાય છે. આ સાથે નક્કી છે કે માઉથવોશ કોરોના પર વધારે પ્રભાવી નહીં રહે કેમકે તે મોઢા સુધી સીમિત રહે છે.
રિસર્ચમાં થયું છે આ સાબિત
એક વાત તો નક્કી છે કે હાથને સાફ અને સેનેટાઈઝ કરવાની સાથે જ સમયસર માઉથવોશનો ઉપયોગ કરાય તો કોરોનાની સમસ્યાને ઓછી કરી શકાય છે. કોરોનાનો પ્ર્ભાવ ઘટાડવા માટે આયુવેર્દિક ડોક્ટર્સ પણ વારેઘડી ગરમ પાણી પીવાનો ઉપાય સુચવી રહ્યા છે.
માઉથવોશમાં હોવી જોઈએ આ વસ્તુઓ
શોધમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કોરોના મોઢામાં ખતમ કરવો જરૂરી છે. આ માટે તમે માઉથવોશનો ઉપયોગ કરો. તેમાં ઓછામાં ઓછું 0.07 ટકા સેટાઈપિરાઈડનિયમ ક્લોરાઈડ હોવું જરૂરી છે.
છેલ્લા કેટલાક સંશોધનમાં સામે આવ્યું છે કે સીપીસી આધારિત માઉથવોશ વાયરસના લોડને ઘટાડે છે. જો કે સ્ટડી પર અન્ય વૈજ્ઞાનિકોની સમીક્ષાની રાહ જોવામાં આવી રહી છે. લેબમાં સાબિત થયું છે કે મોઢાની સફાઈ અને પેઢાની સેહતને ધ્યાનમાં રાખીને માઉથવોશનો ઉપયોગ કરવો. તે મોઢાની અંદરના વાયરસને ખતમ કરવામાં પ્રભાવી સાબિત થઈ શકે છે.