મોબાઇલ ફોનના કેમેરાનો ઉપયોગ તમે શેના માટે કરો છો તેવો પ્રશ્ન કોઇને કરો તો મોટાભાગના લોકો વિચારમાં પડી જશે.પણ પછી કહેશે કે ફોટો પાડવા અને વિડીયો શુટ કરવા.મોબાઇલના કેમેરા વધુને વધુ હાઇટેક થઇ રહ્યાં છે.મોબાઇલના કેમેરાએ ડિજિટલ કેમેરાની છુટ્ટી કરી દીધી છે તેમ કહી શકાય.મોબાઇલના કેમેરાના સ્માર્ટ ઉપયોગ ઘણા બધા છે.ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિત દેશ-વિદેશની અનેક ભાષાને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરતા ગુગલ ટ્રાન્સલેટની તો હવે બધાને ખબર છે.પણ શું તમે જાણો છો કે આ જ કામ મોબાઇલના કેમેરાથી પણ થઇ શકે છે. ગુગલ ટ્રાન્સલેટ (google translate) એપ આ કામ બખુબી કરે છે.
એપમાં કેમેરા ઓન કરી સાઇન બોર્ડ કે ટેક્સ્ટ પર ફોકસ કરતાની સાથે જ રીયલ ટાઇમ ટ્રાન્સલેશન તમારી સ્ક્રીન પર આવી જાય છે.આ એપથી દેશ-વિદેશની 30 ભાષાઓમાં ટ્રાન્સલેશન થઇ શકે છે.મોબાઇલના કેમેરાથી તમે ગણિતના અઘરા દાખલા પણ ગણી શકો છો.ગુગલ પ્લે સ્ટોર પર વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી એપ છે ફોટોમેથ (photo math).આ એપથી દાખલો સ્કેન કરતાની સાથે જ જવાબ આપી દે છે અને તે પણ બધા જ સ્ટેપ સાથે.દાખલો હાથે લખેલો હોય તો પણ આ એપ તે સોલ્વ કરી શકે છે.
રંગોના મુખ્ય શેડ આપણે ઓળખીએ છે પણ કેટલાક શેડ એવા છે જે કન્ફયુઝ કરે છે.મોબાઇલના કેમેરાથી હવે કલર પણ ડિટેકટ કરી શકાય છે.કલર ડિટેકટર (colour detector) એપ આ કામ કરે છે. કોઇ પણ વસ્તુ સામે કેમેરા ધરતા આ એપ તરત જ કલરનું નામ અને તેનો શેડ બતાવી દે છે.
ડોકયુમેન્ટ સ્કેન કરતી કેમસ્કેનર સહિતની ઘણી એપ પોપ્યુલર છે પણ ગુગલની જ ગુગલ કીપ (google keep)ની ખાસિયત એ છે કે તેની મદદથી ડોકયુમેન્ટ સ્કેન કરવા ઉપરાંત એડિટ પણ થઇ શકે છે.નોટસ પણ સ્કેન કરી શકાય છે તેમજ તેમાં ફોટો કે ડ્રોઇંગ પણ એડ કરી શકાય છે. આ બધા તો થયા મેઇન કોમેરાનો સ્માર્ટ ઉપયોગ.સેલ્ફી લેવા સિવાય ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ પણ સ્માર્ટ ઉપયોગ થઇ શકે છે.તમને શંકા છે કે તમારી જાણ બહાર તમારી પત્ની પતિ કે અન્ય કોઇ પણતમારા મોબાઇલમાં ડોકીયા કરે છે.તો ક્રુક કેચર(crook catcher) એપ તમારા માટે કામની છે.
આ એપ તમારો મોબાઇલ ચોરીછુપીથી કોઇ ઓન કરે કે તરત જ ચુપચાપ સેલ્ફી ખેંચી લે છે.મોબાઇલ ચોરનાર પણ કેમેરામાં આબાદ ઝડપાઇ જાય છે. સ્માર્ટ મેજર (smart measure) એવી એપ છે જે તમારી નજર સામે દેખાતી વસ્તુનું અંતર કહી આપે છે.વસ્તુની સાઇઝની પણ રિયલ ટાઇમ જાણકારી આપે છે.જોકે તે એકદમ એકયુરેટ હોતી નથી.તેમ છતાં તેની ઘણી નજીક હોય છે.