Use of dehydrated onion can help to control fresh onion
નવતર પ્રયોગ /
ગુજરાતના વેપારીની આવી શોધથી હવે ડુંગળી મળશે એકદમ સસ્તામાં
Team VTV10:51 PM, 17 Dec 19
| Updated: 10:51 PM, 17 Dec 19
ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ વધી રહ્યા છે. હાલ પ્રતિ કિલોગ્રામ ડુંગળીના ભાવ સવાસો રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેના કારણે અનેક ઘરો અને હોટલોમાં ડુંગળીનો વપરાશ ઘટી ગયો છે.
ભાવનગરના વેપારીની અનોખી શોધ
ડિહાઈડ્રેટેડ ડુંગળી વિકસાવી
એક કિલો ચિપ્સમાંથી 5 કિલો ડુંગળી બનાવી શકાય
આ જો કે, આ ચિંતાજનક સમાચાર વચ્ચે રાહતના સમચાર આવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં બજારમાં ડિહાઈડ્રેટેડ ડુંગળી મળે તે દિવસો દૂર નથી. ડિહાઈડ્રેટેડ ડુંગળી સસ્તા દરે ઉપલબ્ધ થઈ શકે તેમ છે. તો કેવી હોય છે ડિહાઈડ્રેટેડ ડુંગળી અને કેવી રીતે તેનો થઈ શકે છે ઉપયોગ જોઈએ આ અહેવાલમાં.
બજારમાં મળી રહી છે ડિહાઈડ્રેટેડ
ડુંગળી ભલે ગરીબોની કસ્તૂરી ગણાતી હોય. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આજકાલ તે ગરીબોના ભોજનમાંથી ગાયબ થઈ ગઈ છે. કેમ કે, ડુંગળીના ભાવ વધતા વધતાં આજે પ્રતિકિલો સવાસોને પાર પહોંચી ગયા છે. ભાવ વધારાના કારણે આજે અનેક ઘરો અને હોટલોમાં ડુંગળીનો વપરાશ ફરજિયાત ઘટાડી દેવો પડયો છે. જો કે, ડુંગળીના અભાવની આ સ્થિતિ વચ્ચે એક સારા સમચાર મળી રહ્યા છે. હવે બજારમાં ડિહાઈડ્રેટેડ એટલે કે ડુંગળીની સૂકવેલી ચિપ્સ મળે તે દિવસો દૂર નથી.
ભાવનગરના વેપારીની અનોખી શોધ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંગળીના વેપારીએ એવી ડુંગળી વિકસાવી છે જે બારેય મહિના પરવડે તેવા ભાવે ગ્રાહકોને મળી શકે છે. તમને થશે કે આ ડિહાઈડ્રેટેડ ડુંગળી કેવી હશે. તો આપને જણાવી દઈએ કે,સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન થાય ત્યારે તાજી ડુંગળી માંથી પાણી સૂકવી નાખવામાં આવે છે. ડુંગળીને ડિહાઈડ્રેટડ કર્યા બાદ તેની ચિપ્સ કરી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. વપરાશમાં લેતા પહેલા ડુંગળીને ગરમ પાણીમાં પલાળવામાં આવે છે.
સૂકી ચિપ્સ પલાળવાથી તે ફરીવાર થઇ જાય ફ્રેશ
સૂકી ચિપ્સ પલાળવાથી તે ફરીવાર ફ્રેશ બની જાય છે. પાંચ મિનિટ પાણીમાં પલાળ્યા બાદ તેનો વપરાશ કરી શકાય છે. એક કિલો સૂકી ચિપ્સને પલાળવાથી પાંચ કિલો ડુંગળી મળી શકે છે. આ પ્રકારની ચિપ્સ દેશના દરેક કરિયાણાની દુકાને ઉપલબ્ધ થાય તે માટે કેટલાક વેપારીઓ દ્વારા સરકાર સાથે વાતચીત ચાલી રહી છે જેમાં સરકાર તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે.
એક કિલો ચિપ્સમાંથી 5 કિલો ડુંગળી બનાવી શકાય
ડિહાઈડ્રેટેડ ડુંગળીની ચિપ્સ હજુ આપણા રાજ્યમાં મળતી નથી. જો કે દિલ્હીમાં ગવર્નમેન્ટ આઉટ લેટ પર સૂકવેલી ડુંગળીની ચિપ્સ મળે છે. હાલ ડુંગળીની ચિપ્સનો પ્રતિકિલો ભાવ 125 રૂપિયા છે. જો કે એક કિલો ચિપ્સમાંથી 5 કિલો ડુંગળી બનાવી શકાય છે. આ હિસાબે ડિહાઈડ્રેટેડ ચિપ્સ પર પ્રતિકિલો માત્ર રૂ.25 રૂપિયા ખર્ચ થાય છે. ડિહાઈડ્રેટેડ ડુંગળી હવે ટૂંક સમયમાં જ માર્કેટમાં કરિયાણાની દુકાન પર વેચાતી જોવા મળશે. ગુજરાત સરકાર સાથે પણ ડિહાઈડ્રેડેટ ડુંગળી અંગે વાતચીત ચાલી રહી છે તેમ ડિહાડ્રેટેડ ડુંગળી ઉત્પાદકોનું કહેવું છે..
મધ્યમવર્ગ અને ગરીબોને આપશે રાહત
ડુંગળીના વધતા ભાવ સામે ડિહાઈડ્રેટેડ ડુંગળીના વપરાશનું ચલણ મધ્યમવર્ગ અને ગરીબોને રાહત આપી શકે છે. ત્યારે સરકારે આ બાબતની યોગ્ય અયોગ્યતા તપાસી વહેલી તકે ડિહાઈડ્રેટેડ ડુંગળી ખુલ્લા બજારમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ