ગરમી શરૂ થતા જ વિચારવા લાગીએ છીએ કે ઘર માટે કૂલર લેવું કે AC. કેટલીક વખત એસી લાવવાનું મન થાય છે પરંતુ વીજળી બિલના ટેન્શનના કારણે એને ખરીદતા અચકાઇએ છીએ અને વિચારીએ છીએ કે આ વખતે પણ કૂલરનો જ ઉપયોગ કરી લઇએ, એનાથી વીજળી બિલ પણ ઓછું આવશે. ચલો તો અમે તમેન એક એવા ડિવાઇસ માટે જણાવીએ જેની મદદથી તમે કૂલરને એસી બનાવી શકીએ છીએ અને એસી ના ખરીદવાનું દુ:ખ પણ થશે નહીં.
હવે તમે વિચારી રહ્યા હશો કે એવું તો કયુ ડિવાઇસ છે જે તમારા કૂલરને એસી બનાવી દેશે. તો જણાવી દઇએ કે ડિવાઇસનું નામ કૂલ કનેક્ટ રિમોટ કંટ્રોલર (Cool Connect Remote Controller) છે, જેને તમારે તમારા કૂલરની અંદર કનેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું કૂલર એસી બની જશે. આ ડિવાઇસની ખાસિયત એ છે કે આ કૂલરની અંદર હવાનું ટેમ્પ્રેચરને કંટ્રોલ કરે છે. જણાવી દઇએ કે બજારમાં એની કિંમત 500 થી 1000 રૂપિયા છે.
Cool Connect Remote Controller ની સાથે તમને રિમોટ પણ મળશે, જેનાથી તમે તમારા કૂલરના ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકો છો. આટલું જ નહીં એને કૂલરમાં લગાવ્યા બાદ વોટર પંપને પણ તમને મેન્યુઅલ રીતે ઑન ઑફ કરવું પડશે નહીં. એટલે કે ટેમ્પરેચર વધતા જ આ ઑટોમેટિક કૂલરના વોટર પંપને ચલાવી દેશે અને જેવું ટેમ્પરેચર તમારી નક્કી સીમા પર આવી જશે તો આ મશીન પંપને એની જાતે જ બંધ કરી દેશે. આટલું જ નહીં તમે રિમોટ દ્વારા કૂલરની સ્પીડ પણ સેટ કરી શકો છો એના માટે વારંવાર ઊઠવાની જરૂર પડશે નહીં. આ મીશનમાં 1 થી 9 નંબર સુધીની સ્પીડના વિકલ્પ આપવામાં આવ્યા છે.