બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Use Black Salt For Beauty and Weight Loss in Daily Life

ટિપ્સ / ગુણોની ખાણ છે ચપટી સંચળઃ આ રીતે ઉપયોગ કરવાથી વજન રહેશે કંટ્રોલમાં અને વધશે વાળનો ગ્રોથ

Bhushita

Last Updated: 02:59 PM, 7 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક ગુજરાતી ઘરમાં સંચળ તો હોય જ. આ સંચળમાં મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ હોય છે. એ સિવાય તેમાં સોડિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફાઇ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરેની થોડી માત્રા પણ હોય છે. સોડિયમ ક્લોરાઇડને કારણે જ તેનો સ્વાદ નમકીન બને છે. આયર્ન સલ્ફાઇડને કારણે તેનો રંગ ઘેરો બને છે અને તમામ સલ્ફર ક્ષાર તેના વિશિષ્ટ સ્વાદ અને ગંધ માટે જવાબદાર છે. મોટાભાગે સંચળને લોકો ચટણી, દહીં, અથાણા અને સલાડ સાથે ખાય છે. આયુર્વેદમાં તેને ઠંડક આપનારું માનવામાં આવે છે. તો જાણો કઈ રીતે તેનો ઉપયોગ લાભ આપે છે.

  • ચપટી સંચળના છે અનેક ગુણ
  • ત્વચા અને વાળ માટે લાભદાયી છે સંચળનો ઉપયોગ
  • વજનને કંટ્રોલમાં રાખવા માટે પણ લાભદાયી છે સંચળ

  • ઘરમાં રહેલા સંચળને જો તમે સારી રીતચે યૂઝ કરો તો તે તમારા માટે અત્યંત લાભદાયી બની શકે છે. રોજિંદા જીવનમાં પણ તમે મીઠાને બદલે સંચળનો પ્રયોગ કરી શકો છો. તે તમારી હેલ્થને ક્યોર કરવામાં તમારી મદદ કરે છે. 
  • તેનાથી કબજિયાત દૂર થાય છે, આ ઉપરાંત છાતીમાં બળતરા, ગેસ, એસિડિટી તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે તેને ફાયદાકારક ગણવામાં આવે છે.
  • ખાસ કરીને આંતરડાંના રોગોને દૂર કરે છે અને આંખોની રોશની વધારે છે, પરંતુ તેમાં આવેલું સલ્ફર આંતરડાંને વધુ સ્ટિમ્યુલેટ કરીને વધુ ચલાવે છે. માટે લાંબે ગાળે આંતરડાં ઢીલાં પડી શકે છે, એટલે મીઠાની માફક કાળા મીઠાની પણ માત્રા ઓછી હોવી જરૂરી છે.

  • નવશેકા પાણીમાં સંચળ નાખીને નહાવાથી ચામડીના રોગો દૂર થાય છે. ખાસ કરીને વાઢિયા પડયા હોય, પગમાં ઈજા થઈ હોય, સોજા આવ્યા હોય તો સંચળના પાણીથી શેક કરી શકાય છે.
  • સંચળને થોડા પ્રમાણમાં ખોરાકમાં લેવાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતા વાળ ઓછા થાય છે.
  • સંચળનું પાણી પીવાથી વધતુ વજન કંટ્રોલમાં આવે છે. વજન વધતું અટકાવવા માટે ઉત્તમ ઉપાય છે
  • તેમાં રહેલું સલ્ફર ત્વચા સાફ અને કોમળ બનાવે છે. આ પાણીથી અક્ઝિમા અને રેશીશની સમસ્યાને દૂર કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Black Salt beauty tips weight loss ઉપયોગ ટિપ્સ ત્વચા વજન વાળ સંચળ beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ