બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'હું મુખ્યમંત્રી હતો અને...', USએ વિઝા રદ કરવા પર PM મોદીએ શું કહ્યું, જાણો મહત્વની વાત
Last Updated: 01:45 PM, 11 January 2025
તેમણે કહ્યું કે, યુએસ સત્તાવાળાઓનો વિઝા નકારવાનો નિર્ણય કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવેલા "જૂઠાણા" પર આધારિત હતો અને તેઓ તેનાથી નાખુશ હતા. કેમ કે, તે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર અને સમગ્ર દેશનું એક અપમાન હતું. નિખિલ કામથે પીએમ મોદીને પૂછ્યું હતું કે, તેમણે તેમના જીવનમાં સૌથી વધુ ક્યારે દુઃખ સહન કર્યું છે? આના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, 'અમેરિકાએ મારો વિઝા રદ કર્યો.'
ADVERTISEMENT
એક ખાનગી વ્યક્તિ તરીકે મારા માટે અમેરિકાની મુલાકાત લેવી મહત્વપૂર્ણ ન હતી. પરંતુ હું મુખ્યમંત્રી હતો, લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ કરી રહ્યો હતો અને અમેરિકા દ્વારા વિઝા નકારવું એ ખરેખરમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર અને દેશનું અપમાન હતું.
ADVERTISEMENT
આ વાત મને પરેશાન કરતી હતી. કેટલાક લોકોએ જુઠ્ઠાણા ફેલાવ્યા હતા. પરંતુ જ્યારે મેં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી, ત્યારે મેં એક સંકલ્પ લીધો અને કહ્યું કે, હું એવા દિવસની કલ્પના કરી રહ્યો છું જ્યારે લોકો ભારતીય વિઝા માટે કતારમાં ઉભા રહેશે. પીએમ મોદીએ આગળ કહ્યું, 'તે મારા જીવનનો મુશ્કેલ સમય હતો અને હું આઘાત પામ્યો હતો.' જો કે, ત્યારબાદ ઘણી બાબતોમાં સુધારો થયો, પણ મેં હંમેશા મારો સંકલ્પ જાળવી રાખ્યો. કારણ કે હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો કે ભારતનો સમય આવી રહ્યો છે.
વધુ વાંચો: લોસ એન્જલસ પછી ન્યૂયોર્કમાં લાગી ભીષણ આગ, 200 ફાયર ફાઇટર ઘટનાસ્થળે, 7 ઘાયલ
આજે આપણે 2025માં ઉભા છીએ. હવે ભારતનો સમય છે. આજે જ્યારે હું બીજા દેશોમાં જાઉં છું અને લોકોના મનમાં ભારતની એક અલગ છબી જોઉં છું ત્યારે મને આનંદ થાય છે. મને લાગે છે કે, તેઓ પણ ભારત આવવા માંગે છે. કેમ કે તેઓ ભારતમાં પોતાના માટે વ્યવસાય અને અન્ય તકો જોઈરહ્યા છે. તેમણે કહ્યું કે, હું હંમેશા ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરું છું.
ફેબ્રુઆરી 2002ના મહિનામાં, કેટલાક કારસેવકો સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યાથી ગુજરાત પરત ફરી રહ્યા હતા. 27 ફેબ્રુઆરીના રોજ જ્યારે ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન પહોંચી ત્યારે કોચ નંબર S-6માં આગ લાગી ગઈ. આ ઘટનામાં 59 કાર સેવકો બળીને ખાખ થઈ ગયા હતા. આ પછી, ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. અમેરિકાએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. તેનું મુખ્ય કારણ એ જ છે કે, તેમણે કોમી રમખાણો રોકવા માટે કોઈ પ્રયાસ કર્યા ન હતા.
જોકે, 2002ના ગુજરાત રમખાણોની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસમાં નરેન્દ્ર મોદીને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 2014માં જ્યારે તેઓ ભારતના વડાપ્રધાન બન્યા, ત્યારે અમેરિકાએ તેમના વિઝા રિન્યુ કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.