બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'જે ફ્લાઇટ મળે તેની ટિકિટ લો અને તરત જ લેબનોન છોડો', ભારત બાદ US-UKની નાગરિકોને ચેતવણી

ઇઝરાયલ-લેબનોન તણાવ / 'જે ફ્લાઇટ મળે તેની ટિકિટ લો અને તરત જ લેબનોન છોડો', ભારત બાદ US-UKની નાગરિકોને ચેતવણી

Last Updated: 08:01 AM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે કેટલાય દેશોએ પોતાના નાગરિકોને ત્યાંથી લેબનોનથી નીકળી જવાની સલાહ આપી છે. હવે યુએસ અને યુકેએ પોતાના નાગરિકોને સલાહ આપી છે કે તેઓએ કોઇપણ ઉપલબ્ધ ફ્લાઈટ દ્વારા ત્યાંથી નીકળી જવું જોઈએ.

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ તણાવથી અન્ય દેશોની ચિંતા પણ વધી ગઈ છે. યુ.એસ. અને યુકે સરકારોએ તેમના નાગરિકોને ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધના ભય અને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની સંભાવનાઓ વચ્ચે 'કોઈપણ ઉપલબ્ધ ટિકિટ' પર લેબનોન છોડવાની સલાહ આપી છે.

મીડિયા અહેવાલ અનુસાર, લેબનોનમાં યુએસ એમ્બેસીએ કહ્યું કે ભલે કેટલીક એરલાઇન્સે દેશમાં તેમની સેવાઓ સ્થગિત કરી દીધી હોય, પરંતુ ફ્લાઇટ્સ હજી પણ ઉપલબ્ધ છે અને નાગરિકોએ મિડલ ઇસ્ટ દેશ છોડવા માટે ઉપલબ્ધ કોઈપણ ફ્લાઇટ્સ તરત જ બુક કરાવી લેવી જોઈએ.

'કોઈ પણ ફ્લાઈટ લઈને લેબનોન છોડો'

બેરુતમાં યુએસ એમ્બેસીએ કહ્યું, 'યુએસ એમ્બેસીને જાણવા મળ્યું છે કે ઘણી એરલાઇન્સે ફ્લાઇટ્સ સસ્પેન્ડ અથવા રદ કરી દીધી છે અને ઘણી ફ્લાઇટ્સ બુક થઈ ચુકી છે. જો કે, લેબનોન છોડવા માટે કોમર્શિયલ ટ્રાન્સપોર્ટના વિકલ્પ હજુ પણ ઉપલબ્ધ છે. અમે લેબનોનથી નીકળવા ઇચ્છતા લોકોને કોઈપણ ઉપલબ્ધ ટિકિટ બુક કરાવવાની સલાહ આપીએ છીએ, પછી ભલે એ ફ્લાઈટ તરતની ન હોય અથવા તેમની પસંદગીના રૂટની ન હોય.'

PROMOTIONAL 7

'તરત જ નીકળે બ્રિટિશ નાગરિક'

દરમિયાન, બ્રિટિશ સરકારે પણ લેબનોનમાં હાજર તમામ બ્રિટિશ નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સૂચના આપી છે. બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ એક નિવેદનમાં કહ્યું, 'તણાવ ખૂબ જ વધારે છે અને સ્થિતિ ઝડપથી બગડી શકે છે.' અહેવાલોમાં તેમણે ટાંકીને કહેવામાં આવ્યું કે 'બ્રિટિશ નાગરિકોને મારો સ્પષ્ટ સંદેશ છે - તરત જ નીકળી જાઓ.' અમેરિકા અને બ્રિટન ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ તેમના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે લેબનોન છોડવા માટે સલાહ આપી છે.

આ પણ વાંચો: 'અનેક વિસ્તારોમાં મચાવીશું તબાહી', ઈઝરાયલને ઇરાને આપી ખુલ્લી ધમકી, ભારત પણ એલર્ટ!

ભારતીય દૂતાવાસે પણ જારી કરી એડવાઇઝરી

અગાઉ લેબનોનની રાજધાની બેરૂતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું હતું. ભારત સિવાય અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સાથે જ પોતાના નાગરિકોને લેબનોન છોડવા પણ કહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ તેના નાગરિકોને લેબનોનની મુસાફરી ન કરવાની અને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UK USA Lebanon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ