બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે, પાર્ટ-ટાઇમ નોકરીના પણ ફાંફા પડશે

NRI / ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે, પાર્ટ-ટાઇમ નોકરીના પણ ફાંફા પડશે

Last Updated: 09:42 AM, 5 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડા અને અમેરિકાના સંબંધો તણાવપૂર્ણ ચાલી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર ટેરિફ લગાવ્યા છે, જેના કારણે વસ્તુઓ મોંઘી થવાની છે. આની સીધી અસર કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા છે, જે હવે લાગૂ પણ થઈ ગયા છે. આનાથી કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે, કારણ કે હવે તેમના ખર્ચ વધી જશે. ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફને કારણે, કેનેડામાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થવાની ધારણા છે. આની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓના ટ્યુશન ફી, રહેવાના ખર્ચ અને નોકરીની તકો પર પડશે.

canada-final

અમેરિકાએ કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25% ટેરિફ લગાવ્યો છે. કેનેડિયન ઉર્જા ઉત્પાદનો પર વધારાનો 10% વધારાનો ટેક્સ પણ લાદવામાં આવ્યો છે. આનાથી વીજળી અને હિટિંગ જેવી આવશ્યક સેવાઓના ભાવ વધી શકે છે. કેનેડાની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ માટે આ સેવાઓ અત્યંત જરૂરી હોય છે. ખાદ્ય પદાર્થો અને પીણાંના ભાવ પણ વધી શકે છે. કેનેડા ઘણા ફૂડ પ્રોડક્ટ્સ માટે અમેરિકા અને મેક્સિકો પર નિર્ભર છે. ટેરિફને કારણે, વિદ્યાર્થીઓના રહેવા અને અભ્યાસનો ખર્ચ વધી શકે છે.

Students

પાર્ટ-ટાઇમ નોકરી મેળવવી બનશે મુશ્કેલ

કેનેડામાં ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓ ખર્ચાઓને પહોંચી વળવા માટે પાર્ટ-ટાઇમ નોકરીઓ પર આધાર રાખે છે. જોકે, યુએસ ટેરિફની કેનેડિયન અર્થતંત્ર પર અસર પડશે. આ કારણે, કંપનીઓ નવા લોકોની ભરતી બંધ કરી શકે છે અથવા પગારમાં વધારો નહીં કરે. કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સે પહેલાથી જ ચેતવણી આપી છે કે આ ટેરિફથી નોકરીઓ જઈ શકે છે અને આર્થિક સંકટ આવી શકે છે. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે રિટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં કામ કરે છે, જેના પર સૌથી વધુ અસર થવાની સંભાવના છે. જો વ્યવસાય ઘટવાને કારણે અર્થતંત્ર ધીમું પડે છે, તો વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો ઘટી જશે.

આ પણ વાંચો: ગેરકાયદે H-1B વિઝા આપનારી કંપનીઓની પણ હવે ખેર નહીં, ટ્રમ્પ સરકારનું ફરમાન

કેનેડામાં વધી શકે છે અભ્યાસનો ખર્ચ

એવી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે કે ટેરિફને કારણે કેનેડામાં અભ્યાસનો ખર્ચ વધી શકે છે. કેનેડિયન યુનિવર્સિટીઓ પોતાની ટ્યુશન ફી જાતે નક્કી કરે છે, તેમ છતાં આર્થિક ફેરફારોની અસર સંસ્થાઓના ખર્ચ પર થાય તેવી શક્યતા છે. જો ઉત્પાદન અને આયાત ખર્ચમાં વધારો થવાને કારણે ફુગાવો વધે છે, તો યુનિવર્સિટીઓ ટ્યુશન ફી અને અન્ય વહીવટી ફીમાં વધારો કરી શકે છે. જો ભંડોળ આપતી સંસ્થાઓ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરે છે, તો નાણાકીય સહાય અને શિષ્યવૃત્તિની તકો પણ પ્રભાવિત થઈ શકે છે.

વિદ્યાર્થીઓએ ટેરિફની અસરનો સામનો કેવી રીતે કરવો?

હવે કેનેડામાં અભ્યાસ કરવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓએ તેમનું બજેટ બનાવતી વખતે આ વધેલી કિંમતોને ધ્યાનમાં રાખવી પડશે. એવી આશંકા છે કે બધું જ મોંઘુ થઈ જશે - ટ્યુશન ફી, ભાડું, ફૂડ, વીજળી અને પાણી. આ કારણોસર, વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા માટે અન્ય સ્ત્રોતોની વ્યવસ્થા પણ કરી લેવી જોઈએ અથવા તેઓએ ખર્ચ ઘટાડવાનું પણ વિચારવું જોઈએ. ધીમી અર્થવ્યવસ્થામાં પાર્ટ-ટાઇમ નોકરીઓ પર આધાર રાખતા ભારતીય વિદ્યાર્થીઓએ રોજગાર પડકારો માટે તૈયાર રહેવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI News US Tariffs Impact on Canada Indian Students in Canada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ