બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / USAના પ્રમુખપદની રેસમાંથી જો બાઈડેન પાછી ખેંચી શકે છે ઉમેદવારી, આ નેતા બની શકે છે ઉમેદવાર

વર્લ્ડ / USAના પ્રમુખપદની રેસમાંથી જો બાઈડેન પાછી ખેંચી શકે છે ઉમેદવારી, આ નેતા બની શકે છે ઉમેદવાર

Last Updated: 01:12 PM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જો બાઈડેન અને ટ્રમ્પ બંને એકબીજાને ટક્કર આપી રહ્યા છે, પરંતુ બાઈડેનની ક્ષમતા સામે વારંવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમના સ્વાસ્થ્ય સામે પણ પ્રશ્નો સર્જાયા હતા. આ બધા સમાચારોની વચ્ચે હવે જો બાઈડેને જાતે જ પ્રમુખ પદની ચૂંટણીમાંથી ખસી જાય, તેવી પૂરેપૂરી શક્યતા છે.

નવેમ્બર માસમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણીમાં જો બાઇડેન પોતાની ઉમેદવારી છોડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી બહાર થઇ શકે છે. યુએસના જાણીતા પત્રકાર માર્ક હેલ્પરિનએ જણાવ્યુ હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડેન ડેમોક્રિટીક ઉમેદવાર તરીકે પદ છોડવા માટે સહમત થઇ ગયા હતા. પરંતુ તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પોતાના ઉત્તરઅધિકારી રૂપે સમર્થન નહીં આપે. તેઓ એક કેન્ડિડેટની ઓપન પ્રક્રિયાને સમર્થન આપશે, જેમાં અન્ય ઉમેદવારોને રાષ્ટ્રપતિ બનવાનો મોકો મળી શકે છે. જો કે, કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી શક્યતાઓ પ્રબળ છે.

જો બાઇડેનના સ્વાસ્થ્ય સામે ઉઠ્યા સવાલ

છેલ્લા ઘણા સમયથી ડોનાલ્ડ ટ્રંપ જો બાઇડેન પર ભારે પડી રહ્યા છે. જે બાદ જો બાઇડેનની તબિયત અને ખરાબ પ્રદર્શન પર સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે ડેમોક્રેટિક પાર્ટી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની દોડમાંથી જો બાઇડેન હટવાની જાહેરાત કરી શકે છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર જો બાઇડેનના અંગત લોકોનું માનવું છે કે બાઇડેને આ વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે. કારણ કે, તેમને પોતાના જીતવાની આશા ઓછી લાગી રહી છે.

કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શોધવાની કરી શરૂઆત

ન્યુયોર્ક ટાઇમ્સે તેના રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતાઓને એવું લાગી રહ્યું છે કે જો બાઇડેન પાછળ હટી જશે. આપને જણાવી દઇએ કે બે દિવસ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કહ્યું હતું કે બાઇડેનના જીતવાની સંભાવના આ વખતે ઓછી છે. વોશિંગટન પોસ્ટે પણ પોતાના રિપોર્ટમાં ગુરુવાર રાત સુધીમાં જો બાઇડેન ચૂંટણી ન લડવાની જાહેરાત કરી શકે તેમ જણાવ્યુ હતું. બીજી તરફ કમલા હેરિસે પાર્ટીના ઉમેદવાર બનવાની અટકળો વચ્ચે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારો શોધવાની શરૂઆત કરી દીધી છે.

વધુ વાચોં : બ્રિટનમાં રમખાણો ફાટી નીકળ્યા! રસ્તાઓ પર આગચંપી અને હિંસા, જુઓ ભયાનક વીડિયો

ટ્રંપને ગોળીબાર થવાનો ફાયદો મળશે

થોડા દિવસો પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર ગોળીબાર થયો હતો. અમેરિકાના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ ગોળીબાર ટ્રમ્પને ફાયદો કરાવી શકે છે. અમેરિકન્સની સહાનુભૂતિ વોટ સ્વરૂપે ટ્રમ્પને મળી શકે છે. જેને લઇ જો બાઇડેનની જીતવાની શક્યતા ઘણી ઓછી થઇ જવા પામી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Joe Biden Donald Trump USA president
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ