જો બાયડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની ગયા છે. કાલે તેમણે અમેરિકન સાંસદના પરિસરમાં થયેલા એક સમારોહમાં પદ અને તેની ગોપનીયતાના શપથ લીધા. આ પ્રસંગે જો બાયડેને કહ્યું કે અમે અશ્વેત વર્ચસ્વ અને ઘરેલુ આતંકવાદને હરાવીશું. બાયડને બન્ને પડકારોને ખતમ કરવા માટે તમામ અમેરિકનોન સાથે આવવા અપીલ કરી છે.
અમે અશ્વેત વર્ચસ્વ અને ઘરેલુ આતંકવાદને હરાવીશું- બાયડન
બાયડને બન્ને પડકારોને ખતમ કરવા માટે તમામ અમેરિકનોન સાથે આવવા અપીલ કરી
બાયડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા
કમલા હેરિસે લીધા શપથ
જો બાયડન આ બે બાબતોને પોતાના દુશ્મન માને છે અને આ પ્રસંગે તેમણે કહ્યું કે અમે અશ્વેત વર્ચસ્વ અને ઘરેલુ આતંકવાદને હરાવીશું. ઉલ્લેખનીય છે કે જો બાયડેનની સાથે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. કમલા હેરિસ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનનારા પહેલા મહિલા છે અને પહેલી એશિયાળી મૂળની વ્યક્તિ છે. હેરિસના શપથ ગ્રહણ પર તમિલનાડુમાં તેમના નનિહાલમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ.
કડક સુરક્ષા હેઠળ યોજાયો શપથ ગ્રહણ કાર્યક્રમ
કોરોના સંકટ અને ટ્રમ્પ સમર્થકોની હિંસાના અંદેશા હેઠળ કડક સુરક્ષા હેઠળ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. અમેરિકી સંસદ ભવનમાં શપથ સમારોહ જો બાયડન અને કમલા હેરિસને અમેરિકી સંસદ ભવન કેપિટલ હિલ્સમાં શપથ લીધા. કેપિટલ હિલ્સના ખૂણેખાંચરે સૈનિકો ગોઠવી દેવાયા હતી . કેપિટલ હિલ્સ તરફના તમામ માર્ગને બંધ કરી દેવાયા હતી .આખી સંસદને 8 ફૂટ ઊંચી લોખંડની જાળીથી ઘેરી લેવામાં આવ્યું હતુ . સિક્રેટ સર્વિસ અને ફેડરલ એજન્સીની ઉપરાંત એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ એલર્ટ મોડ પર રખાયા હતા. સમારોહની સુરક્ષામાં તહેનાત નેશનલ ગાર્ડ્સના 12 સૈનિકો સંદિગ્ધ નીકળતા ખળભળાટ મચ્યો હતો. આ 12 સૈનિકો દક્ષિણપંથી મિલિશિયા સમૂહ સાથે સંકળાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. આ તમામ ગાર્ડ્સને તાત્કાલિક અસરથી હટાવી દેવાયા છે.
ઓબામાના ઘણી નજીક છે બાયડન
જો બાયડનના શપથ ગ્રહણમાં ઓબામા, બિલ ક્લિંટન અને જોર્જ બુશ જેવા પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ શામેલ થયા હતા. બાયડન ઓબામાના કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને તે ઓબામાના ઘણા નજીકના માનવામાં આવે છે. આ સંબંધની ઝલક સમારોહમાં જોવા મળી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ હાજર ન રહ્યા
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાયડનના શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થયા નહોંતા. સમારોહની પહેલા ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા વ્હાઈટ હાઉસ છોડી રવાના થઈ ગયા હતા. તેમણે છેલ્લું સંબોધન પૈગામમાં આપ્યુ હતુ.