બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:52 AM, 8 February 2025
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને એક મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં બાઈડનને આપવામાં આવતી તમામ સિક્યોરીટી ક્લીયરન્સ રદ કરી છે તો તેમના સુધી એકપણ ખાનગી કે ગુપ્ત માહિતી ના પહોંચે ત માટે પણ ખાસ રોક લગાવી છે. આની જાણ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી.
ADVERTISEMENT
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું છે કે " કોઈપણ પ્રકારની ખાનગી કે ગુપ્ત માહિતીઓ બાઈડન સુધી પહોંચાડવાની કોઈ જરૂરત નથી. જો, યૂ આર ફાયર્ડ"
ADVERTISEMENT
જો કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા બાદ ઘણા બધા ફેરફાર કર્યા છે. ઘણા જૂન નિયમોને હતવ્ય છે અને નવી પોલિસીઓ અમલમાં મૂકી છે. ત્યારે આજે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ પર નિશાન સાધ્યું છે.
વધુ વાંચો: વૈશ્વિક મંદીનાં એંધાણ! કેમ ગૂગલ, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ સ્ટાફ પર ચલાવી રહી છે કાતર?, જાણો
આ પોસ્ટમાં વધુમાં તેમણે કહ્યું હતું કે, " અમે બાઈડેનની સુરક્ષા મંજૂરી રદ કરી રહ્યા છીએ અને તેમને રોજ આપવામાં આવતી ઇન્ટેલિજેન્સ (ગુપ્તચર) બ્રીફિંગ બંધ કરી રહ્યા છીએ, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
જો કે આ અગાઉ બાઈડને પણ વર્ષ 2021 માં રાષ્ટ્રપતિ બન્યા પછી પૂર્વ 45 માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી પહોંચતી ખાનગી બ્રીફિંગ બંધ કરાવી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.