બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:33 AM, 9 November 2024
અમેરિકાના પેન્સિલવેનિયામાં એક યુવકે એપાર્ટમેન્ટમાં ઘૂસીને ગોળીબાર કર્યો, આ ઘટનામાં 3 લોકોના મોત થયા, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ગોળીબાર કરીને ભાગી રહેલા ગુનેગારનો પોલીસે પીછો કર્યો, આ દરમિયાન તેણે પોલીસ પર પણ ફાયરિંગ કર્યું, જે બાદ જવાબી ફાયરિંગમાં આરોપીનું મોત થઈ ગયું.
ADVERTISEMENT
પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસના લેફ્ટનન્ટ કર્નલ જ્યોર્જ બિવેન્સે મીડિયાને જણાવ્યું કે પોલીસે 22 વર્ષીય હુમલાખોર રિકી શેનનને ગોળી મારીને ઠાર કરી દીધો. પોલીસે જણાવ્યું કે ગોળીબાર બાદ આરોપી ટ્રકની મદદથી ભાગી રહ્યો હતો. પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કર્યા બાદ ટ્રકની તલાશી લીધી, જ્યાં 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો.
ADVERTISEMENT
ટ્રકમાં યુવતીની લાશ ક્યાંથી આવી?
પોલીસે જણાવ્યું કે મૃતક યુવતીનું નામ શેનન લેન્કેસ્ટર છે. તે કાઉન્ટીના માઉન્ટ જોયના એપાર્ટમેન્ટમાં એ વ્યક્તિ સાથે અંદર ગઈ હતી, જ્યાં પરિવારના ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી, તે વ્યક્તિના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે ટ્રકમાં પુરુષ સાથે મુસાફરી કરી રહેલી યુવતીને ગોળી કોણે મારી? પોલીસના જણાવ્યા અનુસાર, શેનને ઘરમાં ઘૂસતાની સાથે જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કર્નલ જ્યોર્જ બિવેન્સે કહ્યું કે બંને વચ્ચે કોઈ પ્રકારનો ઘરેલુ વિવાદ હતો. આ વાતને નકારી શકાય તેમ નથી. બિવેન્સે કહ્યું કે શક્ય છે કે ઘરમાં જ યુવતીને ગોળી વાગી હતી.
માહિતી અનુસાર, ઇમરજન્સી કોલ સવારે 4:15 વાગ્યે આવ્યો હતો. માઉન્ટ જોય પોલીસે મિનિટોમાં શેનોનના લાલ પીકઅપ ટ્રકને જોયો, અને તેનો પીછો શરૂ કર્યો હતો. પોલીસે 30 મિનિટથી વધુ સમય સુધી આરોપીનો પીછો કર્યો, દરમિયાન આરોપીનો ટ્રક 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ભાગી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે પીછો કરવા દરમિયાન ટ્રક રોંગ સાઈડ પર પણ ભાગી રહી હતી અને આ દરમિયાન અનેક અકસ્માતો પણ સર્જ્યા હતા. બિવેન્સના જણાવ્યા મુજબ અન્ય વાહનચાલકોને ગંભીર ઈજા થઈ ન હતી.
આ પણ વાંચો: ફ્લાઈટ મોડી પડતાં ગુજરાતીઓ વિએતનામ એરપોર્ટ પર ગરબે ઘુમ્યાં, નવરાશમાં 'રાશ'ની મજા, જુઓ વીડિયો
આખતે પોલીસે જયારે ટ્રકને રોકી તો શેનોને તરત જ પેટ્રોલિંગ કાર પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો અને આરોપીને ઠાર માર્યો. બિવેન્સે જણાવ્યું કે, પોલીસને એ વાતની જાણ ન હતી કે 19 વર્ષીય યુવતી ટ્રકમાં છે, પછી તપાસ કરતા તેમણે યુવતીની લાશ મળી. ડોફિન કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની ફ્રેન ચાર્ડોએ જણાવ્યું કે તેઓ આ અંગે આગળ તપાસ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.