બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / usa are bowled out for 35 against nepal the joint lowest total in odi cricket history

ક્રિકેટ / વન-ડે ઈતિહાસનો સૌથી નાનો સ્કોર, નાના દેશ સામે વિશ્વનો સૌથી મોટો દેશ પરાસ્ત

Parth

Last Updated: 06:54 PM, 12 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં અમુક નાનકડા દેશોમાંથી એક નેપાળે અમેરિકાને પછાડી દીધું છે. નેપાળે અમેરિકાને ક્રિકેટનાં મેદાન પર ઐતિહાસિક હાર આપી. આખી અમેરિકન ટીમ 35 રનમાં જ પવેલિયન ભેગી થઇ ગઈ. આ વનડે ઇતિહાસનો સંયુક્તપણે લોએસ્ટ સ્કોર છે. નેપાળે 5.2 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

  • ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે 35 રનમાં ઓલઆઉટ થઇ હતી
  • 16 વર્ષ બાદ અમેરિકાએ દુનિયામાં ન્યૂનતમ સ્કોરમાં ઝીમ્બાબ્વેની બરાબરી કરી 

અમેરિકાની ટીમને 35 રન પર જ ધૂળ ચટાડી દીધી​

નેપાળે બુધવારનાં રોજ ધમાકેદાર પ્રદર્શન કરીને વિશ્વમાં ઈતિહાસ રચી દીધો. તેને અમેરિકાની ટીમને 35 રન પર જ ધૂળ ચટાડી દીધી. આ વનડેનાં ઈતિહાસમાં બે ટીમનાં સંયુક્ત રૂપથી ન્યૂનતમ સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ હતો. આ પહેલાં 2004માં શ્રીલંકાએ ઝીમ્બાબ્વેને આટલા જ રન પર ઓલ આઉટ કરી દીધી હતી. 

સ્પિનર સંદીપ લામિછાનેએ એકલા  એ જ 16 રન આપીને 6 વિકેટ ઝડપી લીધી

આ મેચથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ઐતિહાસિક રેકોર્ડ બની ગયો છે. મેચ ત્રિભુવન યુનિવર્સિટી ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ કીર્તિપુરમાં રમવામાં આવી હતી. આ મેચમાં અમેરિકન ટીમ 12 ઓવરમાં 35 રનમાં પવેલિયન ભેગી થઇ ગઈ. નેપાળનાં લેગ સ્પિનર સંદીપ લામિછાનેએ એકલા  એ જ 16 રન આપીને 6 વિકેટ ઝડપી લીધી. જયારે સુશાન ભારીએ 5 રન આપીને 4 વિકેટ લીધી.

મેચ માત્ર 104 બોલમાં જ ખતમ થઇ ગઈ

અમેરિકાની ઇનિંગ 72 બોલમાં જ ખતમ થઇ ગઈ. જે દુનિયાની સૌથી નાની ઇનિંગ હતી. આ મેચ માત્ર 104 બોલમાં જ ખતમ થઇ ગઈ. પરિણામ પ્રાપ્ત કરવાના હિસાબથી આ મેચ વન ડે ઈન્ટરનેશનલના ઈતિહાસની સૌથી નાની મેચ હતી. આ પહેલા અફઘાનિસ્તાન વિરુદ્ધ ઝીમ્બાબ્વેની ટીમ 54 જ રન બનાવી આઉટ થઇ ગઈ હતી. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

America One Day International american cricket team nepal cricket team Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ