બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં ફરી ગોળીબાર: 3 લોકોના મોત, 10 ઘાયલ, પોલીસ અને હુમલાખોર પણ ઇજાગ્રસ્ત

ભયાનક / અમેરિકામાં ફરી ગોળીબાર: 3 લોકોના મોત, 10 ઘાયલ, પોલીસ અને હુમલાખોર પણ ઇજાગ્રસ્ત

Last Updated: 10:55 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં દરરોજ ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. શુક્રવારે સવારે પણ આવી જ ઘટના બની હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા અને 10 લોકો ઘાયલ થયા છે.

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં દિવસેને દિવસે વધી રહી છે. હવે અરકાનસાસમાં એક કરિયાણાની દુકાનમાં ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના અરકાનસાસમાં એક કરિયાણાની દુકાનમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અરકાનસાસના ફોર્ડીસમાં સ્થિત કરિયાણાની દુકાનમાં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ ઘટના સવારે 11.30 વાગ્યે ફોર્ડીસમાં મેડ બુચર કરિયાણાની દુકાનમાં બની.

પબ્લિક સેફ્ટી સેક્રેટરી અને અરકાનસાસ સ્ટેટ પોલીસ ડાયરેક્ટર માઈક હેગરે જણાવ્યું કે ફાયરિંગની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન બંને તરફથી થયેલા ગોળીબારમાં શંકાસ્પદ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં કરિયાણાની દુકાનની બારી પર ગોળીઓના નિશાન જોઈ શકાય છે. આ ઘટના બાદ અરકાનસાસના ગવર્નર સારાહ હકાબી સેન્ડર્સે કહ્યું કે તેમને આ ઘટના અંગે માહિતી મળી છે. આ બાબતના સમાચાર મળ્યા બાદ જેમ બને તેમ જલ્દી કાર્યવાહી કરવા બદલ હું પોલીસની આભારી છું. મારી સંવેદના પીડિતો સાથે છે.

ગોળીબારની ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવી ભયાનક દ્રશ્યની કહાની

ગોળીબારના ભયાનક દ્રશ્યને યાદ કરતાં એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે પોતાની કારમાં ગેસ ભરાવવા માટે એક સ્થાનિક ગેસ સ્ટેશન પર ઉભા હતા, ત્યારે તેમને પાસેની દુકાનમાંથી આતશબાજી જેવો અવાજ આવ્યો. પછી ઝડપથી ગોળીઓ ચાલવા લાગી અને મેં લોકોને ભાગતા જોયા. દરમિયાન એક વ્યક્તિ જમીન પર પડેલો હતો. તેણે ઈમરજન્સી વર્કર્સને ઝડપથી ઘટનાસ્થળે પહોંચતા જોયા, કરિયાણાની દુકાનની તૂટેલી બારીઓ પરથી ખબર પડતી હતી કે કેટલો ભયાનક ગોળીબાર કરવામાં આવ્યો હશે. દક્ષિણપૂર્વીય ડલ્લાસ કાઉન્ટીમાં એક નાના સમુદાય ફોર્ડીસ છે, જેની વસ્તી માત્ર 3,396 છે. આ સમુદાય હિંસક ગોળીબારથી હચમચી ગયો છે. અહેવાલો અનુસાર, ગોળીબાર પછી, સ્થાનિક અધિકારીઓએ દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

PROMOTIONAL 12

વધુ વાંચો: ચીનની ફરી ગલવાન જેવી ભૂલ, પડોશી દેશની સેના પર ચાકૂ-કૂહાડીથી કર્યો હુમલો

અમેરિકામાં સતત વધી રહી છે ગોળીબારની ઘટનાઓ

ગન વાયોલન્સ આર્કાઇવના ડેટા અનુસાર, આ દુ:ખદ ઘટના યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકની હિંસાના ગંભીર આંકડા દર્શાવે છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 234 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે. આ સામૂહિક ગોળીબારની ઘટનાઓમાં, શૂટર સિવાય ચાર કે તેથી વધુ લોકોને ગોળી વાગી છે. અરકાનસાસના ગવર્નર સારાહ હુકાબી સેન્ડર્સે આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેને પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે અને તે રાજ્ય પોલીસ સાથે સતત સંપર્કમાં છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arkansas Shooting USA News Gun Firing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ