બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:22 AM, 5 February 2025
યુએસ રિપબ્લિકન સેનેટર રિક સ્કોટ અને જોન કેનેડીએ બાઇડન વહીવટીતંત્રના વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળાને 180 દિવસથી વધારીને 540 દિવસ કરવાના નિયમને ઉથલાવી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ફેરફારનો હેતુ એવા વિઝા ધારકોને રાહત આપવાનો હતો જેઓ તેમની વર્ક પરમિટની રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન યુએસમાં કાયદેસર રીતે કામ કરતાં રહે છે.
ADVERTISEMENT
રિપબ્લિકન સેનેટરો કહે છે કે આ નિયમથી ઇમિગ્રેશન કાયદાઓનું નિરીક્ષણ કરવાનું મુશ્કેલ થઈ જાય છે. સેનેટર જોન કેનેડીએ તેને "ખતરનાક" ગણાવતા કહ્યું કે આ ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિને નબળી પાડે છે. તેમનું માનવું છે કે આ વિસ્તરણથી એ ઇમિગ્રન્ટ્સ પર નજર રાખવી મુશ્કેલ બની જશે, જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અને કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ભારતીય વ્યાવસાયિકો પર સંભવિત અસર
આ વિવાદ મુખ્યત્વે H-1B અને L-1 વિઝા ધારકોને અસર કરે છે જેઓ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. આમાં ભારતીય નાગરિકોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. 2023માં જારી કરાયેલા H-1B વિઝામાંથી 72% ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા અને L-1 વિઝામાં પણ ભારતીયોનો મોટો હિસ્સો હતો.
H-1B અને L-1 વિઝા ધારકોને મળતા લાભો
બાઇડન વહીવટીતંત્રના નિયમથી ભારતીય H-1B અને L-1 વિઝા ધારકોને વર્ક પરમિટ રિન્યુઅલ દરમિયાન સ્થિરતા મળી છે. પહેલા 180 દિવસોના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળાને 540 દિવસ સુધી વધારવાથી તેઓ અમેરિકામાં નોકરીઓમાં રહી શકતા હતા, જયારે તેમની વર્ક પરમિટની સ્થિતિ અપડેટ થઈ રહી હોય છે. આ વિસ્તરણ તેમના વ્યવસાય અને પરિવાર માટે જરૂરી સુરક્ષા પૂરી પાડે છે.
H-1B, L-1, અને અન્ય વિઝા શું છે?
આ પણ વાંચો: ટ્રમ્પના એલાન બાદ H-1B વિઝા હોલ્ડર મુશ્કેલીમાં! ખતમ થઇ રહ્યાં છે લોકોના સપના
રિપબ્લિકન સેનેટરોએ પ્રસ્તાવ રજૂ કર્યો
રિપબ્લિકન સેનેટરો દ્વારા રજૂ કરાયેલ આ પ્રસ્તાવ H-1B અને L-1 વિઝા ધારકો, ખાસ કરીને ભારતીય વ્યાવસાયિકો માટે ચિંતાજનક હોઈ શકે છે. જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય છે, તો વર્ક પરમિટ રિન્યુઅલનો ઓટોમેટિક સમયગાળો ઓછો થઈ જશે, જેના કારણે આ વ્યાવસાયિકો માટે યુએસમાં તેમની નોકરી જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રસ્તાવ પર યુએસ વહીવટીતંત્ર અને અન્ય રાજકીય પક્ષોની પ્રતિક્રિયા શું હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.