બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હજુ તો ભારતથી અમેરિકા પહોંચી ત્યાં મારતા વિમાને જયપુર દોડી આવી, આવું બને પછી કોણ રોકાય

સોની 'અસોની' / હજુ તો ભારતથી અમેરિકા પહોંચી ત્યાં મારતા વિમાને જયપુર દોડી આવી, આવું બને પછી કોણ રોકાય

Last Updated: 06:28 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જયપુરના એક સોનીએ ખાલી 300 રુપિયાના નકલી દાગીના આપીને અમેરિકાની એક મહિલા પાસેથી 6 કરોડ પડાવ્યાં.

સોનીઓની છેતરપિંડીનો કોઈ પાર નથી જ્યારે જે હાથમાં આવે તેને વેતરી નાખતાં હોય છે. રાજસ્થાનના જયપુરના એક સોનીએ તો 300 રુપિયાના નકલી દાગીનામાં અમેરિકાની મહિલા પાસેથી એક કે બે લાખ નહીં પરંતુ કરોડો રુપિયા પડાવી લીધાં હતા, અમેરિકન મહિલાએ ભરોસો રાખીને તેની પાસેથી દાગીના ખરીદ્યાં પરંતુ સોનીએ નકલી દાગીના પધરાવી દીધાં, મહિલા સાચા દાગીના માનીને અમેરિકા જતી રહી પરંતુ ત્યાં ખબર પડતાં મારતા વિમાને જયપુર દોડી આવી હતી.

300 રુપિયાના નકલી દાગીના આપીને 6 કરોડ પડાવ્યાં

ચેરીશ નામની અમેરિકી મહિલાએ રાજસ્થાનના જયપુરમાં જોહરી બજારની એક દુકાનમાંથી ગોલ્ડ પોલિશ સાથે ચાંદીના દાગીના ખરીદ્યા હતા. દાગીના લઈને તે અમેરિકા જતી રહી હતી પરંતુ આ વર્ષે એપ્રિલમાં જ્યારે આ જ્વેલરી યુએસમાં એક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, ત્યારે તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોતાને નકલી દાગીના પધરાવી દેવાયા છે તે જાણીને ચેરીશ વળતા વિમાન જયપુર દોડી આવી હતી અને દુકાન માલિક ગૌરવ સોનીને આ અંગે ફરિયાદ કરી હતી તેણે 6 કરોડ રુપિયા આપીને દાગીના આપ્યાં હતા પરંતુ ગૌરવ તેને નકલી દાગીના આપી દીધાં હતા.

અમેરિકી દૂતાવાસની મદદ લીધી

દુકાન માલિકે તેના આરોપોને ફગાવી દીધા બાદ અમેરિકી મહિલાએ જયપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણીએ યુએસ એમ્બેસીની મદદ પણ માંગી હતી, જેણે જયપુર પોલીસને આ મામલે તપાસ કરવા વિનંતી કરી છે. યુએસ એમ્બેસીએ જયપુર પોલીસને આ મામલે તપાસ કરવા વિનંતી કરી છે જે પછી તપાસ શરુ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ગૌરવ અને તેના પિતા રાજેન્દ્ર સોનીની શોધ ચાલી રહી છે, જેઓ બંને ફરાર છે.

વધુ વાંચો : જુનાગઢની આબરુ કાઢી, 500 રુપિયાની લેતીદેતીમાં છરીના એક ઘાએ પડોશીને પતાવ્યો

Instagram દ્વારા સોનીના સંપર્કમાં આવી

અમેરિકન મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તે 2022માં Instagram દ્વારા ગૌરવ સોનીના સંપર્કમાં આવી હતી. તેણે છેલ્લા બે વર્ષમાં નકલી દાગીના માટે ₹ 6 કરોડ ચૂકવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

US Woman Jaipur duping US Woman Jaipur cheating
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ