કેમિકલ હુમલા વિરોધમાં અમેરિકા રશિયા પર નવા પ્રતિબંધો લાવશે: નિકી હેલી

By : vishal 07:36 AM, 16 April 2018 | Updated : 10:31 AM, 16 April 2018
અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સીરિયામાં મિસાઇલો છોડીને ઉશ્કેરણીજનક પગલું ભર્યું છે. એ બાબતે રશિયાનો ખરડો યુએનએ જંગી બહુમતીથી ફગાવી દીધો છે.  બેઠકના અંતમાં રશિયાએ કહ્યું હતું કે, સીરિયામાં સાત વર્ષથી ચાલી રહેલો સંઘર્ષ યુએનની પણ નિષ્ફળતા દર્શાવે છે. યુએન 15 સભ્ય દેશની સુરક્ષા પરિષદમાં રશિયાને ચીન અને બોલિવિયા એમ ફક્ત બે જ દેશોએ સહકાર આપ્યો હતો. 

આ ઉપરાંત બેઠકમાં રશિયાએ સીરિયામાં કરેલા કેમિકલ હુમલા મુદ્દે બંને દેશો વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. યુએનની બેઠકમાં અમેરિકા વતી 'નિકી હેલી' હાજર રહ્યા હતા. હેલીએ કહ્યું હતું કે, સીરિયામાં બશર અલ અસદ સરકાર સરેઆમ નિષ્ફળ ગઇ છે. કેમિકલ હુમલાની જવાબદારી પણ સંપૂર્ણ તેમની છે. આ મુદ્દે અમેરિકા રશિયા સામે પણ નવા પ્રતિબંધો જારી કરશે. 

સેક્રટરી સ્ટિવ મુચિન આજે આ મુદ્દે વિવિધ જાહેરોતો કરશે. આ દરમિયાન બ્રિટન અને ફ્રાંસે પણ દાવો કર્યો હતો કે, સીરિયામાં કેમિકલ હુમલાના મજબૂત પુરાવા મળ્યા પછી જ હવાઇ હુમલાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ હુમલામાં અનેક નિર્દોષો મોતને ભેટ્યા હતા, કેમિકલ શસ્ત્રોના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છે, અને આ પ્રકારના હુમલા ક્યારેય સહન કરવામાં નહીં આવે.Recent Story

Popular Story