બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકામાં વોટિંગના દિવસે સૌથી વધારે એડલ્ટ કન્ટેન્ટ સર્ચ કરાયું, આ એક રિપોર્ટે સૌને ચોંકાવી દીધા
Last Updated: 02:12 PM, 11 November 2024
US Election : અમેરિકામાં વોટિંગના દિવસે લોકો ઇન્ટરનેટ પર શું જોતા હતા? આ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ખૂબ જ રસપ્રદ ખુલાસા થયા છે. આ મુજબ 5 નવેમ્બરે અમેરિકન લોકો પોર્ન જોઈ રહ્યા હતા. એડલ્ટ વેબસાઈટ પોર્નહબે આ દિવસે તેના ટ્રાફિકમાં 7 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ખાસ વાત એ છે કે, આ ટ્રાફિક બ્લુ અને રેડ બંને રાજ્યોમાં નોંધવામાં આવ્યો છે. જ્યારે વાદળી રાજ્યો ડેમોક્રેટ્સને ટેકો આપવા માટે માનવામાં આવે છે, ત્યારે લાલ રાજ્યો રિપબ્લિકનને ટેકો આપવા માટે માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે સૌથી વધુ લોકોએ એડલ્ટ વેબસાઇટની મુલાકાત લીધી.
ADVERTISEMENT
યુએસ ચૂંટણીના દિવસે વિવિધ રાજ્યોમાં લોકોએ જુદા જુદા કીવર્ડ્સનો ઉપયોગ કર્યો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર જ્યારે કેલિફોર્નિયામાં યુઝર્સે 'થિક એન્ડ કર્વી' સર્ચ કર્યું, ત્યારે કોલોરાડોમાં યુઝર્સે 'નો નટ નવેમ્બર' સર્ચ કર્યું. ફ્લોરિડામાં 'MAGA' સર્ચ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, MAGA એ મેક અમેરિકા ગ્રેટ અગેઈનનું ટૂંકું સ્વરૂપ છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યું હતું. આ આંકડા 3 નવેમ્બરથી 6 નવેમ્બર વચ્ચેના છે.
ADVERTISEMENT
આ સાથે સ્વિંગ સ્ટેટ્સમાં પણ લોકોએ પોર્નને અલગ-અલગ શબ્દો સાથે સર્ચ કર્યું. પોર્નહબ અનુસાર, વોશિંગ્ટન, વ્યોમિંગ, ન્યુ મેક્સિકો, નોર્થ ડાકોટા અને સાઉથ ડાકોટાએ અલગ-અલગ કીવર્ડ સાથે સર્ચ કર્યું. મિનેસોટા, આયોવા, મિઝોરી, લ્યુઇસિયાના, ઇલિનોઇસ અને ઓહિયો પણ પાછળ ન હતા. આ સિવાય ટેનેસી, ન્યૂયોર્ક, રોડ આઇલેન્ડમાં લોકોના અલગ-અલગ ટેસ્ટ જોવા મળ્યા હતા.
પોર્નહબ 14 રાજ્યોમાંથી કોઈ ડેટા એકત્રિત કરી શક્યું નથી. કારણ આ રાજ્યોમાં આ પુખ્ત સામગ્રીની વેબસાઇટ પર પ્રતિબંધ છે. આ રાજ્યો અલબામા, અરકાનસાસ, નેવાડા, ઇન્ડિયાના, કેન્સાસ, કેન્ટુકી, મિસિસિપી, મોન્ટાના, નેબ્રાસ્કા, નોર્થ કેરોલિના, ઓક્લાહોમા, ટેક્સાસ, ઉટાહ અને વર્જિનિયા છે. જોકે ચૂંટણીની સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી વેબસાઇટ પર 16 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કારણ ઘણા લોકોએ રિયલ ટાઈમ પરિણામો જોવા માટે પોર્ન વેબસાઈટ બંધ કરી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.