ઈરાન અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલી તણાવની સ્થિતિ વચ્ચે ઈરાને કંઈક એવું કર્યું છે જેનાથી વૈશ્વિક તંગદિલીમાં વધારો થઈ શકે છે. હકીકતમાં ઈરાને અમેરિકાના શક્તિશાળી જાસૂસી ડ્રોનને તોડી પાડયું છે. ઈરાનનું કહેવુ હતું કે એ ડ્રોન ઈરાનની આંતરરાષ્ટ્રીય સીમાની અંદર હતું. અમેરિકાએ ઈરાનના આ પગલાને ઉશ્કેરણીભર્યું પગલું ગણાવ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં આ બીજીવાર બન્યું છે જ્યારે કોઈ અમેરિકી ડ્રોનને ઈરાને તોડી પાડયું હોય.
વૈશ્વિક તંગદિલીમાં થઈ રહ્યો છે વધારો
ઈરાને તોડી પાડ્યું અમેરિકી ડ્રોન
ટ્ર્મ્પ ઈરાનના પગલાંને ગણાવી મોટી ભૂલ
છેલ્લાં કેટલાક દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી ગઈ. અમેરિકાના હુમલા બાદ ઈરાન દ્વારા અમેરિકાનું જાસૂસી ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. ઈરાન દ્વારા અમેરિકાનું ડ્રોન તોડી પડાયા બાદ અમેરિકા ઉશ્કેરાઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રંપે ઈરાનના આ પગલાને ખૂબ મોટી ભૂલ ગણાવી છે. ઈરાન દ્વારા અમેરિકી ડ્રોન તોડી પાડવાની આ ઘટના ઠીક એવા સમયે બની છે જ્યારે અમેરિકા અને ઈરાક વચ્ચે ગમે ત્યારે પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તેવી વૈશ્વિક આશંકાના ભણકારા વાગી રહ્યા છે.
953માં અમેરિકાએ ઈરાનમાં તખ્તાપલટો કર્યો
જો કે, અમેરિકા અને ઈરાન વચ્ચે આ તણાવ કંઈ માત્ર બે દિવસની તંગદિલીનું પરિણામ નથી. હકીકતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે અનેક વર્ષોથી તણાવ ચાલી રહ્યો છે.અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ તણાવ ચાર દશક જૂનો છે. 1953માં અમેરિકાએ ઈરાનમાં તખ્તાપલટો કર્યો હતો. ઈરાનમાં અમેરિકાએ કરેલા તખતાપલટાના પરિણામે જ 1979ની ઈરાનીક્રાંતિની શરૂઆત થઈ હતી. આનું પરિણામ એ આવ્યું કે નતો ઈરાને પીઠેહઠ કરી કે નતો આ વિસ્તારમાં શાંતિ સ્થપાઈ. આ તરફ ઈરાનમાં સત્તામાં આવ્યા બાદ ખૌમેનીની ઉદારતામાં પરિવર્તન આવી ગયું.
ઈરાન અને ઈરાક વચ્ચે 8 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું
ખૌમેનીએ વામપંથી આંદોલનથી પોતાની જાતને અલગ કરી લીધી. તેણે સત્તા વિરોધી અવાજ દબાવવાની શરૂઆત કરી દીધી. આ બધા વચ્ચે સદ્દામ હુસેને 1980માં ઈરાન પર હુમલો કરી દીધો. ઈરાન અને ઈરાક વચ્ચે 8 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. લાંબા ચાલેલા આ યુદ્ધમાં પાંચ લાખ ઈરાની અને અમેરિકી નાગરિકો મૃત્યું પામ્યા. આ યુદ્ધમાં અમેરિકા અને સોવિયેત યુનિયને સદ્દામ હુસેનની મદદ કરી. આ એ સમય હતો જ્યારે ઈરાને પરમાણુ બોંબની શોધ શરૂ કરી દીધી હતી.
એવું પણ માનવામાં આવતું હતું કે, ઈરાને ઈરાક સામેના એ યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ઈરાન ખાનગી રીતે પરમાણું કાર્યક્રમ ચલાવતું હોવાના આરોપો લાગ્યા હતા. આથી અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈરાન પર કેટલાક પ્રતિબંધો લગાવ્યા હતા. કેવા હતા એ પ્રતિબંધ તે ખરેખર જાણવા જેવું છે.
ઈરાન પર લાગેલા પ્રતિબંધ
ઈરાન દ્વારા અમેરિકાના ડોલર ખરીદવા કે રાખવા પર પ્રતિબંધ
સોનું કે અન્ય કિંમતી ધાતુઓના વ્યાપાર પર પ્રતિબંધ
ગ્રેફાઈટ, એલ્યુમિનીયમ, સ્ટીલ, કોલસા પર પ્રતિબંધ
ઔધોગિક પ્રકિયાઓમાં કામ આવતા સોફ્ટવેર પર પ્રતિબંધ
ઈરાનનાં ચલણ રિયાલ દ્વારા લેણદેણ કરવા ઉપર પ્રતિબંધ
ઈરાન સરકારને કરજ આપવા પર પ્રતિબંધ
ઈરાનના ઓટોમેટિવ સેક્ટર પર પ્રતિબંધ
ઈરાની કાર્પેટ અને ખાદ્યપદાર્થોની આયાત પર પ્રતિબંધ
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં વ્યાપેલી કડવાશ દૂર કરવા બરાક ઓબામાએ 2015માં જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન ઓફ એકશન બનાવ્યો હતો. ઓબામાએ ઈરાન પર લગાવામાં આવેલા પ્રતિબંધો હળવા કર્યા હતા. પરતું ટ્રંપે સત્તામાં આવતા જ આ સમજૂતી રદ કરી દીધી. ઈરાન પરથી 2015માં હટાવવામાં આવેલા પ્રતિબંધો ઉપરાંત અમેરિકાએ ફરીવાર આ નવા પ્રતિબંધો લાદી દીધા છે. કેવા લાદ્યા છે નવા પ્રતિબંધો આવો એક નજર નાંખીએ.
મધ્યપૂર્વમાં ભારે નુકસાન થઈ શકે
અમેરિકાએ એ પણ ચેતવણી આપી કે જો કોઈ પણ કંપની કે દેશ આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે તો તેવા દેશોએ પણ ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. જેના કારણે અમેરિકા અને યુરોપ વચ્ચે પણ પણ મતભેદો સર્જાયા છે. હાલમાં અમેરિકાએ મધ્યપૂર્વમાં પોતાની સેના તહેનાત કરી દીધી છે. બીજી તરફ ઈરાક સાથે યુદ્ધ બાદ ઈરાને પણ પોતાની સૈન્ય શક્તિમાં ઘણો વધારો કરી દીધો છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો મધ્યપૂર્વમાં ભારે નુકસાન થઈ શકે છે.