અમેરિકાએ આતંકવાદના કારણે નાગરિકોને આપી પાકિસ્તાન ના જવાની સલાહ

By : krupamehta 03:23 PM, 14 February 2019 | Updated : 03:23 PM, 14 February 2019
વોશિંગ્ટન: અમેરિકાએ મુખ્ય રૂપથી આતંકવાદ અને પાકિસ્તાનની અંદર અથવા એની નજીક નાગરિક વિમાનોને થકા ખતરાને કારણે પોતાના નાગરિકોને એશિયાઇ દેશની યાત્રા પર ફરીથી વિચાર કરવાનો અનુરોધ કર્યો છે. સંઘીય વિમાનન પ્રશાસને બુધવારે જારી એક નોટિસમાં કહ્યું કે આતંકવાદી સમૂહ પાકિસ્તાનમાં સંભાવિત હુમલાની યોજના બનાવી રહ્યું છે. 

વિદેશ મંત્રાલયે પોતાના તાજા યાત્રા પરામર્શમાં કહ્યું, 'આતંકવાદના કારણે પાકિસ્તાનની યાત્રા પર ફરીથી વિચાર કરે.' એમને અમેરિકાના નાગરિકોને આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની શક્યતાના કારણે પૂર્વ સંઘીય પ્રશાસિત જનજાતિ વિસ્તાર અને કાશ્મીરના પાકિસ્તાનના કબ્જે વાળા ભાગ સહિત બલૂચિસ્તાન તથા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની યાત્રા ના કરવા માટે કહ્યું છે. મંત્રાલયે કહ્યું કે આતંકવાદી સમૂહ પાકિસ્તાનમાં હુમલાની યોજના બનાવી રહ્યું છે. 

આતંકવાદી પરિવહનના હબ, બજાર, શોપિંગ મોલૉ, સૈન્ય પ્રતિષ્ઠાનો, એરપોર્ટ, વિશ્વવિદ્યાલયો, પર્યટક સ્થળો, સ્કૂલો, હોસ્પિટલો, પ્રાર્થના સ્થળો અને સરકારી કેન્દ્રોને ટાર્ગેટ કરી રહી છે. એમને કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં મોટા પાા પર આતંકવાદી હુમલાથી સેંકડો લોકો ઘાયલ થયા છે. Recent Story

Popular Story