બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:54 PM, 21 January 2025
કેપિટલ હિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનિયાને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ન કરી શક્યા કારણ વચ્ચે ટોપી આડી આવી ગઈ હતી. હકીકતમાં મંચ પર ટ્રમ્પ મેલાનિયાને કિસ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મેલાનિયાએ પહેરેલી મોટી ગોળ ટોપી આડે આવી ગઈ જેને કારણે ટ્રમ્પ મેલાનિયાને ગાલ સુધી ન પહોંચી શક્યા અને કિસની ઈચ્છા અધૂરી જ રહી ગઈ.
ADVERTISEMENT
Trump tried to kiss Melania at the 60th Presidential Inauguration, but her hat had other plans. pic.twitter.com/w1kaXk4oxj
— Rio (@mario_balkans) January 20, 2025
વીડિયો થયો વાયરલ
ADVERTISEMENT
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોએ મેલાનિયાને સ્માર્ટ ગણાવી હતી કારણ કે તેને ખબર હતી કે ટ્રમ્પ કદાચ આવું કરશે તેણે મોટી ગોળ ટોપી પહેરી હતી જેને કારણે ટ્રમ્પ કિસ કરી શક્યા નહોતા.
ટ્રમ્પ બન્યાં અમેરિકાના 47મા પ્રેસિડન્ટ
રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાના અઢી મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી લીધી છે. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલની અંદર યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ડોનાલ્ડ ટ્રમ્પને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ રાખીને શપથ લીધાં હતા. આ સાથે તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યાં છે. ટ્રમ્પની સાથે જેડી વેન્સે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.