મ્યાનમારમાં સૈન્ય સત્તાપલટ અને નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાંગ સૂ કીને અરેસ્ટ કરવા પર અમેરિકાની સેનાએ ધમકી આપી છે. મ્યાનમારની સેનાને ચેતવણી આપતા અમેરિકાને કહ્યું છે કે જો આજે તેમને પોતાના પગલા પાછા નથી લીધા તો રાષ્ટ્રપતિ જો બાયડન પ્રશાસન તેમના પર કડક કાર્યવાહી કરશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિને પણ સંપૂર્ણ ઘટનાથી અવગત કરાવ્યા છે. સમગ્ર ઘટનાક્રમ પર અમેરિકાએ નજર બનાવી રાખી છે.
સેનાએ એક વર્ષ માટે દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું
સેનાએ દેશના લોકતાત્રિક પરિવર્તનને પોલુ કરી નાંખ્યું - અમેરિકા
ધરપકડ કરાયેલા નેતાઓને આઝાદ કરે- અમેરિકા
સેનાએ દેશના લોકતાત્રિક પરિવર્તનને પોલુ કરી નાંખ્યું - અમેરિકા
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન પાસ્કીએ કહ્યું કે અમેરિકા એ રિપોર્ટોથી ચિંતિત છે કે મ્યાનમારની સેનાએ દેશના લોકતાત્રિક પરિવર્તનને પોલુ કરી નાંખ્યું છે અને બર્માની સેનાએ સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી અને અન્ય નાગરિક અધિકારીઓની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા નેતાઓને આઝાદ કરે- અમેરિકા
પાસ્કીએ કહ્યુ કે અમેરિકાએ સ્થિતિ પર નજર બનાવી રાખી છે અને મ્યાનમારના લોકોની સાથે છે. તેમણે કહ્યું કે અમે મ્યાનમારની લોકતાંત્રિક સંસ્થાન અને સરકારને પોતાનું સમર્થન અને સહયોગ આપી રહ્યા છીએ. ત્યાની સેનાને આગ્રહ છે કે તે લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન કરે અને કાયદાકીય રાજ ચાલવા દે અને ધરપકડ કરાયેલા નેતાઓને આઝાદ કરે.
સેનાએ એક વર્ષ માટે દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું
ઉલ્લેખનીય છે કે સેનાએ મ્યાનમારમાં સૈન્ય સત્તાપલટાની જાહેરાત કરી છે. આંગ સાન સૂ કી ને ઘરમાં નજરકે દ કરી લીધા છે. મ્યાનમારમાં સેનાએ ટીવી ચેનલને જણાવ્યું કે સેનાએ એક વર્ષ માટે દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે.
શું કહે છે મ્યાનમારની સેના
મ્યાનમાર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં છેતરપિંડીના જવાબમાં સત્તાપલટની કાર્યવાહી કરવામાં આવી છે. મ્યાનમારના મુખ્ય શહેર યાંગૂનમાં સિટી હોલની બહાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કોઈ સત્તાપલટનો વિરોધ ન કરી શકે.
નાગરિક સરકાર બન્યા બાદ મૂળ તાકાત આર્મીની પાસે જ રહી
નોંધનીય છે કે મ્યાનમારમાં એક સમય સુધી આર્મીનું શાસન રહ્યું છે. વર્ષ 1962તી લઈને વર્ષ 2011 સુધી દેશમાં ‘મિલિટ્રી જનતા’ની તાનાહી રહી હતી. વર્ષ 2010માં મ્યાનમારમા સામાન્ય ચૂંટણી થઈ અને 2011માં મ્યાનમારમા ‘નાગરિક સરકાર’ બની. જેમાં જનતા દ્વારા ચૂંટાયલા પ્રતિનિધિઓને રાજ કરવાની તક મળી. નાગરિક સરકાર બન્યા બાદ મૂળ તાકાત આર્મીની પાસે જ રહી.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ સત્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી
અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ સત્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી છે અને મ્યાનમારની સેનાને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મરિજ પાયને સૂ કી કીની મુક્તિની માંગ કરી છે.