બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકાની ચૂંટણીમાં ભારતના 'નાચો નાચો'ની ધમાલ, કમલા હેરિસનો મજેદાર વીડિયો વાયરલ

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી / અમેરિકાની ચૂંટણીમાં ભારતના 'નાચો નાચો'ની ધમાલ, કમલા હેરિસનો મજેદાર વીડિયો વાયરલ

Last Updated: 02:24 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Presidential Election Latest News : વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પ્રચાર ટીમ ખૂબ જ રચનાત્મક પ્રચાર પદ્ધતિઓ સાથે મતદારોને આકર્ષી રહી છે, અમેરિકામાં રહેતા NRIને આકર્ષવા માટે ભારતીય ફિલ્મોના ગીતોનો ઉપયોગ

US Presidential Election : અમેરિકમાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પ્રચાર ટીમ ખૂબ જ રચનાત્મક પ્રચાર પદ્ધતિઓ સાથે સાથે મતદારોને આકર્ષી રહી છે. દરરોજ એવા વીડિયો સામે આવી રહ્યા છે જે દર્શાવે છે કે તેમનો ચૂંટણી પ્રચાર અમેરિકાના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ સંદર્ભમાં ભારતીય-અમેરિકન નેતા અજય ભુટોરિયાએ હેરિસના સમર્થનમાં 'નાચો નાચો' નામનું એક વિશેષ અભિયાન ગીત લોન્ચ કર્યું છે. આ ગીત ભારતીય બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR' ના પ્રખ્યાત ટ્રેક 'નાટુ નાટુ 'નું પુનઃનિર્માણ કરેલ સંસ્કરણ છે જેમાં કમલા હેરિસ માટે સમર્થનનો સંદેશ છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં અમેરિકામાં રહેતા NRIને આકર્ષવા માટે ભારતીય ફિલ્મોના ગીતોની ફ્લેવર છે.

જુઓ શું છે એવું તે આ વિડીયોમાં ?

1.5 મિનિટના આ વીડિયોમાં 'હમારી યે કમલા હેરિસ'ના ગીતો સાથે કમલા હેરિસના અભિયાનની ઝલક જોવા મળે છે. આ વીડિયો દ્વારા ભારતીય સમુદાયને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનિય છે કે, ભુટોરિયા જેઓ રાષ્ટ્રપતિ માટે હેરિસની નેશનલ ફાઈનાન્સ કમિટીના સભ્ય છે. તેમણે આ ગીત દ્વારા લગભગ 50 લાખ દક્ષિણ એશિયાના મતદારોને ઉત્સાહિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ખાસ કરીને મિશિગન, પેન્સિલવેનિયા, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા અને એરિઝોના જેવા મહત્વના રાજ્યોમાં તેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

સાઉથ એશિયન કોમ્યુનિટીનો ટેકો મેળવવાનો પ્રયાસ

કમલા હેરિસનું ભારતીય મૂળ અને બોલિવૂડ કનેક્શન દર્શાવે છે આ પ્રચાર ગીત મતદારોને ભાવનાત્મક જોડાણ સાથે જોડવાનો પ્રયાસ છે. આ સંગીતને દક્ષિણ એશિયાઈ સમુદાયનું સમર્થન મેળવવા માટે હેરિસની ચૂંટણી પ્રચારની રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 'નાચો નાચો' ગીતનો જાદુ 2024ની ચૂંટણીમાં કેટલી અસર કરે છે.

વધુ વાંચો : આફ્રિકી દેશ નાઈઝીરિયામાં દર્દનાક દુર્ઘટના, ફ્યૂલ ટેન્કર બ્લાસ્ટ થતાં 48ના મોત

અમેરિકામાં ચૂંટણી ક્યારે યોજાશે?

અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં 16 કરોડ નોંધાયેલા મતદારો અમેરિકાના 60માં રાષ્ટ્રપતિને ચૂંટશે. વિશ્વની સુપર પાવર અમેરિકાના આગામી સર્વોચ્ચ નેતા કોણ હશે તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kamala Harris US Presidential Election Natu Natu Songs Video Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ