બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 11 August 2024
US Presidential Election : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. વાસ્તવમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે ત્રણ મહિના બાકી છે. જ્યારે સર્વેમાં ત્રણ મહત્વના પ્રાંતોમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ આગળ આવ્યા છે. આ પ્રાંતોના નામ વિસ્કોન્સિન, પેન્સિલવેનિયા અને મિશિગન છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અને સિએના કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, કમલા હેરિસ ચાર પોઈન્ટથી આગળ છે. તેઓ લગભગ 46 ટકા મતોના માર્જિનથી આગળ છે. અમેરિકામાં ઈલેક્ટોરલ કોલેજ વોટિંગ સિસ્ટમમાં આ ત્રણ રાજ્યો મહત્વપૂર્ણ છે કારણ કે તેમની વસ્તી મોટી છે. વધુ વસ્તી ધરાવતા પ્રાંતોના પ્રતિનિધિઓના મતોનું મૂલ્ય પણ વધારે છે.
ADVERTISEMENT
આ તરફ અન્ય એક સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા એક વર્ષથી જો બિડેન કરતા આગળ હોવાનું કહેવાય છે. જોકે કમલા હેરિસની ઉમેદવારી બાદ ટેબલો પલટાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જો બિડેને રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે અને કમલા હેરિસને આગળ કર્યા છે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, કમલા હેરિસ હાલમાં ઉપરાષ્ટ્રપતિ છે. નિષ્ણાતો કહે છે કે, ચૂંટણીને હજુ ત્રણ મહિના બાકી છે અને આ સમયગાળા દરમિયાન ફેરફારો થઈ શકે છે.
સર્વે અનુસાર અર્થતંત્ર અને માઈગ્રેશનના મુદ્દાઓ પર લોકો ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરે છે. ગર્ભપાતના મુદ્દે લોકોએ કમલા હેરિસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં હેરિસના પોઈન્ટ્સમાં 24 પોઈન્ટનો વધારો થયો છે. જો બિડેનની વાપસી બાદ રિપબ્લિકન સમર્થકો ખુશ છે. હેરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝને તેના રનિંગ મેટ તરીકે જાહેર કર્યા છે. હેરિસ અને વાલ્ઝની જોડીનો ટેકો સતત વધી રહ્યો હોવાનું જણાય છે. નોંધનિય છે કે, 13 જુલાઈના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમનું સમર્થન પણ ઝડપથી વધી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારત-ઈરાન વચ્ચે તનાતની / 'પહેલા તમારા ઘરનું સંભાળો' ભારતે ઈરાનના સુપ્રીમ લીડરને મોં પર સંભળાવ્યું, શું વિવાદ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT