બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રાષ્ટ્રપતિનું પદ છોડતા પહેલા બાઈડને બતાવી દરિયાદિલી, 1500 આરોપીના ગુના કર્યા માફ, 4 ભારતવંશી પણ છૂટયા

અમેરિકા / રાષ્ટ્રપતિનું પદ છોડતા પહેલા બાઈડને બતાવી દરિયાદિલી, 1500 આરોપીના ગુના કર્યા માફ, 4 ભારતવંશી પણ છૂટયા

Last Updated: 11:14 AM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden) કહ્યું રાષ્ટ્રપતિ તરીકે, મારી પાસે એવા લોકોને માફ કરવાનો વિશેષાધિકાર છે કે જેમને તેમના કૃત્યો માટે પસ્તાવો અને દુઃખ છે અને જેઓ અમેરિકન સમાજની મુખ્યધારામાં પાછા ફરવા માંગે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ (President of America) જો બાઇડન (Joe Biden) નો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ તેઓ તેમના કાર્યકાળના અંત પહેલા ઘણા મોટા નિર્ણયો લેવામાં વ્યસ્ત છે. આ દિશામાં તેમણે અમેરિકાની જેલોમાં બંધ 1500 કેદીઓની સજા માફ કરી દીધી છે. જેમાંથી ચાર ભારતીય મૂળના અમેરિકન પણ છે.

રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden) નિવેદનમાં કહ્યું કે અમેરિકા સંભાવના અને બીજી તક આપવાના વચનના પાયા પર ઊભું છે. રાષ્ટ્રપતિ (President of America) તરીકે, મારી પાસે એવા લોકોને માફ કરવાનો વિશેષાધિકાર છે કે જેમને તેમના કૃત્યો માટે પસ્તાવો અને દુઃખ છે અને જેઓ અમેરિકન સમાજની મુખ્યધારામાં પાછા ફરવા માંગે છે. તેમાં ખાસ કરીને ડ્રગ્સના કેસમાં દોષિત ઠરેલા લોકોનો સમાવેશ થાય છે.

BIDEN.jpg

તેમણે કહ્યું કે તેથી આજે હું આવા 39 લોકોની સજા માફ કરી રહ્યો છું. હું આવા લગભગ 1500 લોકોની સજા પણ ઓછી કરવામાં લાગ્યો છું. આમાંથી કેટલાકની સજામાં ઘટાડવામાં આવશે. જણાવી દઈએ કે અમેરિકામાં તાજેતરના સમયમાં એક જ દિવસમાં આપવામાં આવેલી આ સૌથી મોટી માફી છે.

PROMOTIONAL 8

બાઇડને (Joe Biden) સૌથી પહેલા એવા 39 ગુનેગારોની સજા માફ કરી જેઓ હિંસક ગુનાઓમાં સામેલ ન હતા. બાઇડન દ્વારા ભારતીય મૂળના ચાર અમેરિકન નાગરિકોની સજા માફ કરવામાં આવી છે. તેમના નામ મીરા સચદેવા, બાબુભાઈ પટેલ, ક્રિષ્ના મોટે અને વિક્રમ દત્તા છે. હકીકતમાં, ડિસેમ્બર 2012 માં, ડૉ. મીરા સચદેવાને છેતરપિંડીના દોષી ઠેરવ્યા બાદ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેના પર $82 લાખનો દંડ પણ લાદવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કોણ છે આ યુટ્યુબર, જેને 119 કરોડમાં જ આખું શહેર ઊભું કરી દીધું, જાણો વિગત

જણાવી દઈએ કે આ પહેલા પોતાની સત્તાનો ઉપયોગ કરીને બાઇડને (Joe Biden) પોતાના દીકરાની સજા પણ માફ કરી દીધી હતી. તેમણે ઘણા કેસમાં હન્ટર બાઇડનને માફી આપી હતી. બાઇડનના પુત્ર હન્ટર બાઇડન પર કરચોરીથી લઈને ગેરકાયદેસર હથિયાર રાખવા, સરકારી નાણાનો દુરુપયોગ અને ખોટી જુબાની આપવા જેવા આરોપો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USA News Joe Biden President of America
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ