બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:39 AM, 13 November 2024
2016માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાના બીજા જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પહોંચ્યાં હતા પરંતુ આ વખતે વાત જરા જુદી છે. 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ટ્રમ્પ અચાનક ગાયબ થઈ ગયાં છે અને ક્યાંય પણ દેખાતાં નથી. તેમના ગાયબ થવાને લઈને હવે મોટી વાત સામે આવી છે.
ADVERTISEMENT
ફ્લોરિડાની ખાનગી ક્લબમાં એકાતવાંસમાં
ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં તેમની ખાનગી ક્લબમાં સમય પસાર કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પ બંધ દરવાજા પાછળ ખૂબ જ વ્યસ્ત છે. તેઓ વિદેશી નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. આ સિવાય તેઓ તેમના નવા વહીવટ માટે ટીમ તૈયાર કરી રહ્યા છે. એલન મસ્ક સહિત ઘણા લોકો તેમને નવી સરકાર બનાવવાની સલાહ પણ આપી રહ્યા છે. ટ્રમ્પ ફ્લોરિડામાં પોતાની ક્લબમાં હોવા છતાં રાષ્ટ્રપતિ પદ સાથે જોડાયેલા કામમાં સતત વ્યસ્ત રહે છે. અહીં તે મિત્રો અને સલાહકારોથી ઘેરાયેલા છે.
ADVERTISEMENT
જઈ શકે છે વ્હાઈટ હાઉસ
ટ્રમ્પ બહુ જલ્દી લોકો સમક્ષ હાજર થશે. ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે અને આ સિવાય તેઓ બાયડનને પણ મળી શકે છે. આ સિવાય હાઉસ સ્પીકર માઈક જોન્સન સાથે પણ મુલાકાત થવાની શક્યતા છે.
ADVERTISEMENT
2016માં ચૂંટણી જીતીને તરત પહોંચ્યાં હતા વ્હાઈટ હાઉસ
આઠ વર્ષ પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને હરાવ્યા હતા ત્યારે તેઓ આટલા દિવસો સુધી ગાયબ રહ્યા ન હતા. ચૂંટણી જીત્યાના બીજા જ દિવસે તેઓ વ્હાઇટ હાઉસ પહોંચ્યા અને બરાક ઓબામાને મળ્યા હતા. આ પછી તેઓ કેપિટોલ હિલમાં રિપબ્લિકન નેતાઓને મળ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.