બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / US President Elect Joe Biden Says The First Immunisation Will Begin By Late December

કોરોના સંકટ / જો બાયડને કરી મોટી જાહેરાત, આ સમય સુધીમાં શરૂ કરાશે કોરોના વેક્સીનેશનનું કામ

Bhushita

Last Updated: 07:59 AM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાયડને કોરોના વેક્સીનને લઈને મોટી જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે હાલમાં જ એક વેક્સીનને વિકસિત કરવામાં સારા પરિણામ મળી રહ્યા છે અને તેમાંથી અનેક વેક્સીન અસાધારણ રીતે પ્રભાવી જોવા મળી રહી છે. આ કારણે આશા રાખવામાં આવી રહી છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં અમેરિકામાં કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરી શકાશે.

  • જો બાયડને કોરોના વેક્સીનને લઈને મોટી જાણકારી આપી
  • ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ કરી શકાશે વેક્સીનેશનનું કામ
  • 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના નવા 6 લાખ 5 હજાર 568 કેસ નોંધાયા

 
જો બાયડને કહ્યું કે અત્યારે જે રીતે કામ ચાલી રહ્યું છે તેના આધારે ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સીનેશનનું કામ શરૂ કરી શકાશે. આ સાથે જ તેઓએ કહ્યું કે અમે આખા દેશમાં જલ્દી જ વેક્સીનેશન કરવા માટેની એક યોજના બનાવવાની જરૂર છે જે અમે બનાવીશું પણ તેમાં સમય લાગી શકે છે. 

વિશ્વમાં યથાવત કોરોનાનું સંક્રમણ

દેશ અને દુનિયામાં કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા 6 લાખ 5 હજાર 568 કેસ નોંધાયા છે. વિશ્વમાં કોરોનાથી એક દિવસમાં 11 હજાર 981 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાથી 14 લાખ 25 હજાર 843 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હાલમાં વિશ્વમાં કોરોનાના એક્ટીવ કેસ 1 કરોડ 72 લાખ 57 હજાર 467 છે. તો આ સાથે વિશ્વમાં કોરોનાના કુલ કેસ 6 કરોડ 7 લાખ 1 હજાર 13 પહોંચ્યા છે.  વિશ્વમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4 કરોડ 20 લાખ 17 હજાર 703ને પાર પહોંચી ચૂકી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Vaccination joe biden કેસ કોરોના વાયરસ જો બાયડન મોત વેક્સીનેશન Joe Biden
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ