બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / WHOમાંથી અમેરિકા આઉટ, રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો ચોંકાવનારો ફેંસલો, જાણો કેમ લીધો આવો નિર્ણય
Last Updated: 10:41 AM, 21 January 2025
Donald Trump WHO : અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે અને દેશના 47માં રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું છે. આ તરફ શપથ લેતાની સાથે જ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાનો 'સુવર્ણ યુગ' હવે શરૂ થાય છે. પદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે અને ઘણા વહીવટી નિર્ણયો પર હસ્તાક્ષર કરી ચુક્યા છે. આ સાથે ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOમાંથી અમેરિકાને બહાર કરવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે. નોંધનિય છે કે, આ પહેલા ટ્રમ્પ અમેરિકાને પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી પણ બહાર લઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
#WATCH | Washington, DC: US President Donald Trump signs executive order to withdraw US from World Health Organization
— ANI (@ANI) January 21, 2025
"We paid 500 million dollars to World Health Organization when I was here and I terminated it. China with 1.4 billion people, they were paying 39 million. We… pic.twitter.com/xpbPGWNJ0K
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં અમેરિકાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી ખસી જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કહ્યું- આ બહુ મોટી વાત છે. તમને જણાવી દઈએ કે, WHO એક આંતરરાષ્ટ્રીય સહાય અને રોગ પ્રતિભાવ જૂથ છે. WHOને ફંડ આપનારા પ્રમુખ દેશોમાં અમેરિકા એક છે. અમેરિકા વર્ષ 1948માં WHOનું સભ્ય બન્યું.
ADVERTISEMENT
હવે જાણીએ કેટલી મદદ કરે છે અમેરિકા?
WHO ચેપી રોગો તેમજ માનવતાવાદી કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક આરોગ્યના જોખમો સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે આ સંગઠનમાંથી અમેરિકા બહાર નીકળવાથી WHOના ભંડોળમાં મોટો ઘટાડો થઈ શકે છે. વર્ષ 2024-25ના બજેટમાં અમેરિકા દ્વારા WHOને $662 મિલિયનનું ભંડોળ આપવામાં આવ્યું હતું.
વધુ વાંચો : આખરે અમેરિકાએ TikTok પરથી હટાવ્યો પ્રતિબંધ, પરંતુ કેટલાં દિવસ માટે, જાણો લેટેસ્ટ અપડેટ
હવે જાણો શું કહ્યુ ડોનાલ્ડ ટ્રમ્પે ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાને પાછું ખેંચવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં કહ્યું કે, જ્યારે હું અહીં હતો ત્યારે અમે વિશ્વ આરોગ્ય સંસ્થાને 500 મિલિયન ડોલર ચૂકવ્યા હતા અને મેં તેનેસમાપ્ત કર્યું. 1.4 અબજની વસ્તી ધરાવતું ચીન માત્ર $39 મિલિયન ચૂકવી રહ્યું હતું અને આપણે 500 મિલિયન ચૂકવતા હતા. તે મને થોડું અન્યાયી લાગ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.