બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'અમેરિકામાં સ્ટીલ એલ્યુમિનિયની આયાત પર 25 ટકા લાગશે ટેક્સ', રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એલાન, શું થશે અસર?

વિશ્વ / 'અમેરિકામાં સ્ટીલ એલ્યુમિનિયની આયાત પર 25 ટકા લાગશે ટેક્સ', રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એલાન, શું થશે અસર?

Last Updated: 09:28 AM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પ્રમાણે હવે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ડ્યુટી લાદવામાં આવશે, ટ્રમ્પે કહ્યું કે, આ પગલું તે દેશો સામે લેવામાં આવી રહ્યું છે જે અમેરિકન ઉત્પાદનો પર સમાન ડ્યુટી લાદે છે

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું વેપાર પગલું ભરતા એક મોટી જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પ્રમાણે હવે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ડ્યુટી લાદવામાં આવશે. ટ્રમ્પે તેને પોતાની વેપાર નીતિનો મહત્વપૂર્ણ ભાગ ગણાવતા કહ્યું કે, આ પગલું તે દેશો સામે લેવામાં આવી રહ્યું છે જે અમેરિકન ઉત્પાદનો પર સમાન ડ્યુટી લાદે છે. ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ પણ લાદ્યો હતો. જોકે તે સમયે કેનેડા, મેક્સિકો અને બ્રાઝિલ જેવા મુખ્ય વેપારી ભાગીદારોને થોડી રાહત આપવામાં આવી હતી પરંતુ હવે ટ્રમ્પે ફરીથી ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે.

ટેરિફનો મુદ્દો આટલો મહત્વપૂર્ણ કેમ ?

ટ્રમ્પ અને તેમના સમર્થકો માને છે કે, આ ટેરિફ એ દેશો (કેનેડા અને મેક્સિકો) પર દબાણ લાવવાનું એક માધ્યમ છે જેના કારણે અમેરિકા ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત આ પગલું ટ્રમ્પની આર્થિક વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય અમેરિકન લોકોના હિતોનું રક્ષણ કરવાનો અને સ્થાનિક નોકરીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ તરફ સરકારી માહિતીઅનુસાર અમેરિકાને સ્ટીલના સૌથી મોટા સપ્લાયર્સ કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો છે. આ પછી દક્ષિણ કોરિયા અને વિયેતનામ આવે છે. કેનેડા અમેરિકાને એલ્યુમિનિયમનો સૌથી મોટો સપ્લાયર છે, જે 2024 ના પ્રથમ 11 મહિનામાં કુલ આયાતના 79% હિસ્સો ધરાવે છે. મેક્સિકો એલ્યુમિનિયમ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ એલોયનો મુખ્ય સપ્લાયર પણ છે.

ટેરિફને કારણે વેપાર યુદ્ધની શક્યતા

ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આવતા માલ પર 25% અને ચીનથી આયાત થતા માલ પર 10% ટેરિફ લાદવાનો આદેશ પણ જાહેર કર્યો છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપારમાં અસ્થિરતા વધવાની શક્યતા છે કારણ કે તે $2.1 ટ્રિલિયનથી વધુના વાર્ષિક વેપારને અસર કરી શકે છે. જોકે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને ટૂંકી રાહત આપી છે જે દર્શાવે છે કે, આ દેશો સાથે નવા વેપાર કરારોની શક્યતા હજુ પણ રહેલી છે.

વધુ વાંચો : દુનિયાનું એવું શહેર જ્યાં 244000 કરોડપતિ અને 30 અરબપતિ રહે છે, સામે આવ્યું લિસ્ટ

ટેરિફની અસર અને ટ્રમ્પની આર્થિક વ્યૂહરચના

ટ્રમ્પના આ પગલાને તેમની આર્થિક વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે જેનો ઉદ્દેશ્ય અમેરિકન ઉદ્યોગોનું રક્ષણ કરવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ટ્રમ્પ માને છે કે, આ ટેરિફ નીતિ વિદેશી સ્પર્ધાને નિયંત્રિત કરવામાં અને અમેરિકામાં રોજગારની તકો વધારવામાં મદદ કરશે. ટ્રમ્પે ઝુંબેશ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, આ ટેરિફ "અન્ય દેશો માટે ખર્ચ કરશે, અમેરિકન નાગરિકો માટે નહીં" અને સ્પષ્ટ કર્યું કે, તેઓ આને તેમની મુખ્ય આર્થિક નીતિ તરીકે પ્રોત્સાહન આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Donald Trump Trade War
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ