બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ગૂગલ પર એક વ્યક્તિએ 'હું ફરીથી લગ્ન ક્યારે કરી શકું?' સર્ચ કર્યું ને પોલીસે ધરપકડ કરી, જાણો મામલો
Last Updated: 08:57 AM, 4 December 2024
Naresh Bhatt: અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ ગૂગલ પર સર્ચ કર્યું હતું કે, હું ફરીથી લગ્ન ક્યારે કરી શકું? આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. વાંચીને તમને અજીબ લાગશે પણ આ હકીકત છે. જો કે આ ધરપકડ પાછળ એક ઘટના જવાબદાર છે.
ADVERTISEMENT
પોલીસે આ કારણે કરી ધરપકડ
પોલીસે પુરાવા તરીકે ગૂગલ સર્ચ હિસ્ટ્રી અને શંકાસ્પદ શોપિંગનો ઉપયોગ અને તેની પત્નીના ગુમ થયાના ચાર મહિના પછી હત્યાના આરોપમાં નરેશ ભટ્ટની ધરપકડ કરી. 37 વર્ષના નરેશ ભટ્ટે ગુગલ પર સર્ચ કર્યું હતું કે 'પતિ કે પત્નીના મૃત્યુ પછી લગ્નમાં કેટલો સમય લાગે છે'. આ સિવાય પત્નીના ગુમ થયા બાદ તેણે કેટલીક એવી વસ્તુઓની પણ ખરીદી કરી હતી, જેના કારણે તે શંકાના દાયરામાં આવી ગયો હતો.
ADVERTISEMENT
પોલીસ મહિલાના મૃતદેહની શોધખોળમાં વ્યસ્ત
પ્રિન્સ વિલિયમ કાઉન્ટી કોર્ટના રેકોર્ડ મુજબ, વર્જિનિયાના માનસાસ પાર્કના રહેવાસી નરેશ ભટ્ટ પર પણ તેમની પત્ની મમતા કાફલે ભટ્ટના મૃતદેહને છુપાવવાનો આરોપ છે. હાલ પોલીસ મમતાના મૃતદેહની શોઘખોળ કરી રહી છે. નરેશ અને મમતા, જેઓ અમેરિકામાં રહેતા હતા. બંને નેપાળી મૂળના છે. એક અહેવાલ મુજબ, મમતાનો પરિવાર નેપાળના કાવરેપાલચોક જિલ્લાનો છે, જ્યારે નરેશ કંચનપુરનો છે. 28 વર્ષની મમતા એક નર્સ અને એક દીકરીની માતા હતી, જે છેલ્લે 29 જુલાઈના રોજ જોવા મળી હતી.
મમતાનો હજુ મૃતદેહ નથી મળ્યો
નરેશ ભટ્ટની 22 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે સપ્ટેમ્બરમાં તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હવે સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે ડીએનએ ટેસ્ટમાં દંપતીના ઘરમાં મળેલું લોહી મમતા ભટ્ટનું હોવાનું જાણવા મળ્યું છે, જે તપાસકર્તાઓ માને છે કે તેણીની 29 જુલાઈએ હત્યા કરવામાં આવી હતી. દંપતીના ઘરની તપાસ દરમિયાન મુખ્ય બેડરૂમમાં લોહીના છાંટા મળી આવ્યા હતા. આ સાથે કાર્પેટ પર ગુલાબી રંગના ધબ્બાઓ પણ દેખાયા હતા. બાથરૂમમાં વધુ લોહી મળી આવ્યું હતું. કહેવાય છે કે મમતા 29 જુલાઈથી ગુમ છે, પરંતુ હજુ સુધી ન તો તેનું લોકેશન મળ્યું છે કે ન તો મૃતદેહ મળી આવ્યો છે.
વોલમાર્ટમાંથી ચપ્પાની ખરીદી કરી
ઈનવેસ્ટીગેટરને એવું પણ જાણવા મળ્યું હતું કે નરેશ ભટ્ટે તેમની પત્ની મમતાની હત્યાના દિવસે વોલમાર્ટમાંથી ચપ્પાની ખરીદી કરી હતી. આ સિવાય નરેશ ભટ્ટ તેમની પત્ની ગુમ થયા બાદ કચરાપેટીમાં કચરો ફેંકતા હોય તેવો વીડિયોમાં કેપ્ચર થયો હતો.
શું કહ્યું પોલીસ અધિકારીએ
માનસાસ પાર્કના પોલીસ વડા મારિયો લુગોએ કહ્યું, 'ક્રાઈમ સીન જોયા બાદ અમે શરૂઆતથી જ માનતા હતા કે મહિલાની હત્યા કરવામાં આવી છે. પુરાવા દર્શાવે છે કે તેના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા. મને લાગે છે કે અમારી પાસે હવે એક મજબૂત કેસ છે.'
મમતા છેલ્લે 27 જુલાઈએ જોવા મળી હતી
નોંધનીય છે કે, મમતા ભટ્ટ છેલ્લે 27 જુલાઈના રોજ મનાસસના યુવીએ હેલ્થ પ્રિન્સ વિલિયમ મેડિકલ સેન્ટરમાં જોવા મળી હતી, જ્યાં તે નર્સ તરીકે કામ કરતી હતી. મમતા અઠવાડિયામાં બે દિવસ હોસ્પિટલમાં કામ કરતી હતી. તે 1 અને 2 ઓગસ્ટના રોજ કામ પર જવાની હતી, પરંતુ 1 અને 2 ઓગસ્ટના રોજ તેણે હોસ્પિટલ શિફ્ટ માટે રિપોર્ટ ન કરતાં તેના સાથીદારોએ ચિંતા વ્યક્ત કરી હતી.
નરેશ ભટ્ટે ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી
આ પછી, જ્યારે પોલીસે 2 ઓગસ્ટે તેના ઘરે જઈને તેની તબિયત વિશે પૂછપરછ કરી તો નરેશ ભટ્ટે તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી હતી. ત્રણ દિવસ પછી, 5 ઑગસ્ટે, નરેશે સત્તાવાર રીતે તેની પત્નીના ગુમ થયાની જાણ કરી અને દાવો કર્યો કે તેણે તેને છેલ્લે 31 જુલાઈના રાતે ડીનર પર જોઈ હતી. ઘરમાં તપાસના આધારે પોલીસે 22 ઓગસ્ટે નરેશની ધરપકડ કરી હતી.
ગૂગલ સર્ચ હિસ્ટ્રીને કારણે નરેશ પર શંકા વધી
એક રિપોર્ટ અનુસાર નરેશ ભટ્ટની સર્ચ હિસ્ટ્રીને કારણે તેના પર શંકા વધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ વર્ષે એપ્રિલમાં નરેશ ભટ્ટે ગૂગલ પર સર્ચ કર્યું હતું કે 'પત્નીના મૃત્યુ પછી કેટલા દિવસમાં ફરી લગ્ન કરી શકાય', 'પત્નીના મૃત્યુ પછી લોનનું શું થશે' અને 'જો વર્જિનિયામાં પત્ની ગુમ થઈ જાય છે તો શું થશે' જેવા વિષયો સર્ચ આવ્યા હતા. આ સિવાય પત્ની મમતાની હત્યાના દિવસે નરેશે વોલમાર્ટમાંથી ચપ્પા ખરીદ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.