બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પે 24 કલાકમાં જ એલોન મસ્કમાં નિર્ણયને પલટી નાખ્યો, અમેરિકામાં થયો હતો ભારે ઉહાપોહ

U.S / ટ્રમ્પે 24 કલાકમાં જ એલોન મસ્કમાં નિર્ણયને પલટી નાખ્યો, અમેરિકામાં થયો હતો ભારે ઉહાપોહ

Last Updated: 10:25 PM, 17 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રમ્પ વહીવટીતંત્રે પરમાણુ પોગ્રામ પર કામ કરતા 350 થી વધુ કર્મચારીઓને અચાનક કાઢી મૂક્યા. પરંતુ આ નિર્ણયના 24 કલાકમાં જ તેમની નોકરી પાછી આપવામાં આવી.

અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચોંકાવનારા નિર્ણય લઈ રહ્યા છે. આ સંદર્ભમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે પરમાણુ પોગ્રામ પર કામ કરતા 350 થી વધુ કર્મચારીઓને અચાનક કાઢી મૂક્યા. પરંતુ આ નિર્ણયના 24 કલાકમાં જ તેમની નોકરી પાછી આપવામાં આવી. આ કર્મચારીઓને કાઢી મૂક્યા બાદ ટ્રમ્પ વહીવટ તંત્રની ખૂબ આલોચના થઈ રહી હતી અને આને રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત કરતો નિર્ણય માનવામાં આવી રહ્યો હતો.  

mask-and-trump

એલોન મસ્કે કરાવી છંટણી

ટ્રમ્પ વહીવટ તંત્રમાં એલોન મસ્ક એક-એક પૈસાનો હિસાબ કરી રહ્યા છે. ટ્રમ્પે તેમણે Department of Government Efficiency એટલે DOGE ના ચીફ બનાવ્યા છે. આ કારણે મસ્ક અમેરિકન ટેક્સ પેયર્સના પૈસાની બરબાદી અટકાવવાના દરકે નિર્ણયને આર્થિક રીતે ધોરણે ધ્યાનમાં લઈ રહ્યા છે. આ અંતર્ગત પરમાણુ કામદારોને પણ છૂટા કરવામાં આવ્યા હતા. જોકે, હવે ટ્રમ્પે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.

એક્સપર્ટના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

અમેરિકાના અધિકારીઓ મુજબ રાષ્ટ્રીય ન્યુક્લિયર સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (NNSA) ના 350 થી વધુ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી દીધી. છટણી કરાયેલા કર્મચારીઓમાંથી લગભગ 30 ટકા પેન્ટેક્સ પ્લાન્ટના હતા. આમાં એવા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ હથિયારો રિયઅસેમ્બલ કરે છે, જે ન્યુક્લિયર વેપન ઇન્ડસ્ટ્રીમાં સૌથી સંવેદનશીલ કામોમાંનું એક છે અને તેની મંજૂરી ટોપ લેવલ પાસેથી મળે છે.

આર્મ્સ કંટ્રોલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડેરિલ કિમ્બલે જણાવ્યું હતું કે DOGE ના લોકોને ખબર નથી કે આ વિભાગો શું જવાબદાર છે. તેમને ખ્યાલ નથી કે આ ખરેખર ઊર્જા વિભાગ કરતાં પરમાણુ હથિયારોનો વિભાગ વધુ છે. તમને જણાવી દઈએ કે આ છટણી ઉર્જા વિભાગ (DOE) ના કર્મચારીઓને દૂર કરવાના અભિયાનનો એક ભાગ છે, જે હેઠળ બે હજારથી વધુ DOE કર્મચારીઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે.

વધુ વાંચો: ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયર ટીમ દોડતી થઇ ગઇ, કારણ

24 કલાકની અંદર કર્મચારીઓને ફરી નોકરી આપવામાં આવી

NNSA ના કાર્યવાહક નિર્દેશક ટેરેસા રોબિન્સે શુક્રવારે રાત્રે 28 સિવાયના બધા પરમાણુ કર્મચારીઓને ફરી નોકરી આપવા માટે નોટિસ જારી કરી. નોટિસમાં લખ્યું હતું કે આ એક સત્તાવાર માહિતી છે કે 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ તમને આપવામાં આવેલી ટર્મિનેશન નોટિસ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. જોકે, કેટલાક કર્મચારીઓનો સંપર્ક થઈ શક્યો નથી અને અન્ય અનિશ્ચિતતાને કારણે તેમના પાછા ફરવાનો નિર્ણય લઈ શક્યા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DOGE Elon Musk Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ