બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / USમાં મમતાનું મર્ડર, નવી સાથે સુખ માણવુંતું, હત્યા કરીને પતિએ ગૂગલ કર્યું- ક્યારે લગ્ન કરવા?

ક્રાઈમ / USમાં મમતાનું મર્ડર, નવી સાથે સુખ માણવુંતું, હત્યા કરીને પતિએ ગૂગલ કર્યું- ક્યારે લગ્ન કરવા?

Last Updated: 05:07 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિેકાના વર્જિનિયામાં એક ભારતીયે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. તે બીજા લગ્ન કરવાની ફિરાકમાં હતો.

અમેરિકાના વર્જિનિયામાં એક ભારતીયે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. પત્નીને છૂટીથી તે બીજા લગ્ન કરવાની ફિરાકમાં હતા કારણ કે પત્ની ગુમ થયાં બાદ તરત તેણે ગૂગલ કર્યું હતું કે પત્નીના મોત બાદ કેટલા સમયમા બીજા લગ્ન કરી શકાય આ પરથી પોલીસને શક પડ્યો અને તેની ધરપકડ કરી હતી, હાલમાં નરેશ ભટ્ટ સામે કોર્ટ કેસ ચાલી રહ્યો છે.

ગૂગલને પૂછ્યું, પત્ની મોત બાદ કેટલા સમયમા લગ્ન કરી શકાય

મૂળ નેપાળના રહેવાશી નરેશ ભટ્ટ અને તેની પત્ની મમતા વર્જિનિયામાં રહેતા હતા. ગત 28 જુલાઈના રોજ મમતા ગુમ થઈ હતી, તે જે દિવસે ગુમ થઈ કે તરત નરેશે ગૂગલ કર્યું હતું કે પત્નીના મોત બાદ કેટલા સમયમાં લગ્ન કરી શકાય. તેના ગુમ થયાં બાદ નરેશે કેટલીક સંદિગ્ધ ચીજો પણ ખરીદી હતી. આ પછી પોલીસનો શક પાકો થયો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ કરતાં મમતાના મર્ડરનો ગુનો કબૂલ્યો હતો.

બીજા લગ્ન કરવાની ફિરાકમાં હતો

આરોપી નરેશ ભટ્ટને પત્ની સાથે ફાવતું નહોતું અને તે બીજા લગ્ન કરવાની ફિરાકમાં હતા તેથી પત્નીનો કાંટો કાઢી નાખ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

વોલમાર્ટમાંથી ત્રણ છરીઓ ખરીદી

પુરાવા પછીથી જાણવા મળ્યું કે નરેશ ભટ્ટે સ્થાનિક વોલમાર્ટમાંથી ત્રણ છરીઓ ખરીદી હતી, જેમાં બેનો હજુ પણ હિસાબ નથી. સર્વેલન્સ ફૂટેજમાં તેને બીજા દિવસે બીજા વોલમાર્ટમાંથી છરીઓ ખરીદતો જોવા મળી રહ્યો છે. ભટ્ટે તેમની પત્નીના ગુમ થયા બાદ લોહીથી ખરડાયેલી બાથ મેટ અને બેગને ટ્રેશ કોમ્પેક્ટરમાં ફેંકી દીધી હતી. મમતાનું લોહી પણ ઘરમાંથી મળી આવ્યું હતું જે સાબિત કરે છે કે મમતાનું મર્ડર થયું છે. જોકે હજુ સુધી મમતાની ડેડબોડી મળી નથી.

નોકરી પર ન આવતાં મર્ડરનો થયો ઘટસ્ફોટ

મમતા 5 ઓગસ્ટના રોજ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી કારણ કે તે કામ પર આવી શકી નહોતી. હત્યાના આરોપ ઉપરાંત, ભટ્ટ પર લાશ છુપાવવાના આરોપોનો સામનો કરવો પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Mamta murder Virginia Mamta killing Virginia Mamta NEWS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ