...તો હજારો ભારતીયોને અમેરિકામાં મળશે ગ્રીન કાર્ડ

By : admin 11:44 AM, 09 February 2019 | Updated : 12:43 PM, 09 February 2019
અમેરિકામાં ટૂંક સમયમાં જ એક કાયદો પસાર થવા જઇ રહ્યો છે. જે અનુસાર દરેક દેશનાં હિસાબથી ગ્રીન કાર્ડ રજૂ કરવાની સંખ્યા પર લાગુ મર્યાદાને ખતમ કરી શકાય છે. અમેરિકામાં આબાદીવાળાં દેશ જેવાં કે ભારત અને ચીનનાં નાગરિકોને સામાન્ય રીતે ઓછી નાગિરકતા મળી શકે છે જેનું કારણ છે કે ગ્રીન કાર્ડની સીમિત સંખ્યા હોવી. અહીં બીજા દેશનાં નાગરિકોને સરળતાથી સ્થાયી નાગરિકતા મળી જાય છે.

આ સંબંધમાં અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવેલ બિલની પાસ થઇ શકવાની આશા છે કેમ કે બંને પાર્ટીઓ આનાં સમર્થનમાં છે. આશા છે કે જલ્દી જ આ વિધેયક કાયદો બની જશે. જ્યાર બાદ ગ્રીન કાર્ડની સંખ્યા પર લાગેલી મર્યાદા પણ ખતમ થઇ જશે. કેલિફોર્નિયાનાં ડેમોક્રેટ પ્રતિનિધિ જોએ લોફગ્રેન અને રિપબ્લિકનનાં કેન બકે હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેંટ્સ એક્ટ 2019 રજૂ કર્યું. આ કાયદાને સીનેટ કમલા હૈરિસ અને માઇક લીનું સમર્થન પણ પ્રાપ્ત છે.

ભારતીય આઈ.ટી.પ્રોફેશનલ્સને આવનારા દિવસોમાં અમેરિકન સરકાર તરફથી મોટો ફાયદો મળી શકે છે. ગ્રીન કાર્ડ સંબંધી કાયદામાં સંશોધન બિલને અમેરિકા સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. જો આ બિલ બહુમતિ સાથે પારિત થઈ જશે તો અમેરિકામાં સ્થાયી નાગરિક્તાની રાહ જોઇ રહેલાં હજારો ભારતીય લોકોને આનો ફાયદો મળશે. અમેરિકાની રિપબ્લિક પાર્ટીનાં સાંસદ માઈક લી અને ડેમોક્રેટિક સાંસદ કમલા હૈરિસ દ્વારા ફેયરનેસ ફોર હાઈ સ્કિલ્ડ ઈમિગ્રેટ્સ એક્ટ બિલ રજૂ કરવામાં આવ્યું.

આ બિલ રજૂ કરતા હેરિસે કહ્યું કે, આપણો દેશ શરણાર્થીઓનો દેશ છે અને આપણી શક્તિ હંમેશા વિવિધતા અને એકતામાં રહેલી છે. વાત કરીએ આ બિલની તો આ બિલમાં દરેક દેશનાં હિસાબથી આ કાર્ડ મેળવવા માટે લાગેલી અધિકતમ સીમા સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે.

હાલમાં અમેરિકામાં પ્રતિ વર્ષે લગભગ 1 લાખ 40 હજાર લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જો કે આમાં કોઈ પણ એક દેશનાં 7 ટકાથી વધારે લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવતું નથી. આ નિયમને કારણે ભારતી અને ચીન જેવાં દેશોને ઘણા સમયથી ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોવી પડે છે. તેથી જો આ બિલ પાસ થઈ જાય અને કાયદો બની જાય તો H1B વીઝા ધારક હજારો ભારતીયોને ફાયદો મળશે.Recent Story

Popular Story