બે દાયકા બાદ અમેરિકામાં બમ્પર નોકરીએ બનાવ્યો રેકોર્ડ

By : admin 09:23 AM, 13 February 2019 | Updated : 09:23 AM, 13 February 2019
અમેરિકામાં ગત બે દાયકાની અંદર આ ડિસેમ્બરમાં સૌથી વધુ નોકરીઓ માટે અરજી કરવામાં આવી છે. જેનો મતલબ એ થાય છે કે અર્થવ્યવસ્થાની સામેના પડકાર છતાં નોકરીનું માર્કેટ મજબૂત બન્યું છે.

અમેરિકાના શ્રમ વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં જોબ ઓપનિંગ 2.4 ટકાથી વધીને 7.3 મિલિયન થઇ ગયું છે. જે ગત ડિસેમ્બર 2000 બાદ સૌથી વધારે છે.

આ બેરોજગારીની સંખ્યા કરતાં ઘણા વધારે છે, જે આ મહિને 6.3 મિલિયન હતી. છેલ્લા બે મહિનામાં અર્થવ્યવસ્થાની સંભવિત પરેશાનીઓ વ્યવસાયે વેઠી છે અને કામ પર રાખ્યાં છે.

35 દિવસનું આંશિક સરકારી બંધ 22 ડિસેમ્બરથી શરૂ થયું અને ચીન, યૂરોપ અને જાપાનમાં વિકાસ કમજોર થઇ ગયું, જેના કારણે અમેરિકામાં નિકાસનો ખતરો વધી ગયો. તેમ છતાં જાન્યુઆરીમાં 304,000 નોકરી આપવામાં આવી છે.

ડિસેમ્બરનો આંકડો બતાવે છે કે લોકોને કામ પર રાખવાની સંભાવના મજબૂત રહેશે. નોકરીમાં ઉપલબ્ધમાં વૃધ્ધિનો સંકેત આપે છે કે વ્યવસાયને સ્વસ્થ રહેવાની માંગની આશા છે અને તેને પુરુ કરવા વધારે કર્મચારીઓની આવશ્યકતા હશે. Recent Story

Popular Story