બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Health / માંસાહારી ભોજન લેવાથી યુવતીને થઈ કિડનીમાં પથરી, હોસ્પિટલમાં દાખલ, જાણો ચોંકાવનારો કિસ્સો

માંસે માર્યાં / માંસાહારી ભોજન લેવાથી યુવતીને થઈ કિડનીમાં પથરી, હોસ્પિટલમાં દાખલ, જાણો ચોંકાવનારો કિસ્સો

Last Updated: 09:47 PM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંતુલિત આહાર લેવાના ચક્કરમાં એક મહિલાને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો અને તે માંડ માંડ બચી હતી.

ફિટ એન્ડ ફાઈન રહેવા કે વજન ઘટાડવાના ચક્કરમાં લોકો સંતુલિત આહાર પ્લાન બનાવતાં હોય છે અથવા એક ચોક્કસ ડાયેટ પ્લાન ફોલો કરતાં હોય છે અને આને આધારે પોતે હેલ્થી રહેશું તેવું માની લેતાં હોય છે પરંતુ આવું કરવું સદાય ફાયદામાં રહેતું નથી ક્યારેક લેવાના દેવા પડતાં હોય છે.

વાયરલ સંતુલિત આહાર લેતાં યુવતીની તબિયત બગડી

વાત છે અમેરિકાના ડલ્લાસ શહેરમા રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ઈવ કેથરિનની. ઈવ કેથરિને ફિટ એન્ડ ફાઈન રહેવા માગતી હતી, તેથી તેણે હાઈ પ્રોટીનથી ભરપૂર માંસાહારી ભોજનનો ડાયેટ પ્લાન બનાવ્યો હતો જેમાં ઈંડા, બળદનું માંસ, માછલી અને ચિકન જેવા માંસાહારી ભોજનનો સમાવેશ થતો હતો, ઘણા સમય સુધી તે હાઈ પ્રોટીનથી ભરપૂર આ ભોજન લેતી રહી હતી, તેના ડોક્ટરે પણ તેને આ ભોજનની સામે ચેતવણી આપી હતી પરંતુ તેણે અવગણી અને એક દિવસ તેનું ભયાનક રિઝલ્ટ સામે આવ્યું. એક દિવસ સવારે તેને પેશાબમાં લોહી પડતાં તેણે ડર લાગ્યો અને તેની તબિયત ખરાબ થતાં હોસ્પિટલ દાખલ થવાનો વારો આવ્યો.

હાઈ પ્રોટીન આહાર લેવાથી કિડનીમાં પથરી થઈ

આ મહિલાને હાઈ પ્રોટીન માંસાહારી ભોજન લેવાને કારણે કિડનીમાં પથરી થઈ હતી જેને ડોક્ટરોએ દવા આપીને કાઢી હતી તે ઉપરાંત તેને પેશાબમાં પણ લોહી પડતું હતું. ડોક્ટરોનું એવું કહેવું છે કે હાઈ પ્રોટીનને કારણે તેના શરીર પર ખરાબ અસર પડી હતી.

માંસાહારી ભોજન ખાવું આગ સાથે રમવા જેવું

માયોકેર હોસ્પિટલના ડોક્ટરોએ એવું કહ્યું કે માંસાહારી ભોજન ખાવું આગ સાથે રમવા જેવું કામ છે, ભોજન સંતુલિત માત્રામાં હોવું જોઈએ તેમાં પ્રોટીન, ફેટ સહિતના બીજા પોષકતત્વો હોવા પણ જરુરી છે.

ફોલોઅર્સને શું સલાહ આપી

આ યુવતીએ તેના ઈન્સ્ટા ફોલોઅરને એવી સલાહ આપી કે મહેરબાની કરીને ઘણું બધું પ્રોટીન ન લેતાં, ફાઈબર ઈન્ટેક લેવાનું ન ભૂલતાં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dallas Eve Catherine news Carnivore Diet effects Dallas Eve Catherine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ