બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પને જીવનું જોખમ! એક સંદિગ્ધને પોલીસે ગોળી મારી, તો AK-47 સાથે બીજાની ધરપકડ

અમેરિકા / ડોનાલ્ડ ટ્રમ્પને જીવનું જોખમ! એક સંદિગ્ધને પોલીસે ગોળી મારી, તો AK-47 સાથે બીજાની ધરપકડ

Last Updated: 10:52 AM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયા બાદ એમની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં છે, આ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના સંમેલન સ્થળ નજીક એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને એક શંકાસ્પદને ગોળી મારવામાં આવી હતી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ ઘણી સતર્ક છે. સુરક્ષા કર્મચારીઓએ મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન સેન્ટર પાસે એક શકમંદની ધરપકડ કરી છે. શંકાસ્પદ પાસેથી એક AK-47 રાઈફલ મળી આવી છે. આટલું જ નહીં આ જ વિસ્તારમાં રિપબ્લિકન રાષ્ટ્રીય સંમેલન નજીક, પોલીસે એક શંકાસ્પદને ગોળી પણ મારી હતી.

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને આ પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને રાષ્ટ્રપતિ જો બાયડન વિરુદ્ધ જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાનપેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન તેમના પર હુમલો થયો હતો અને તેમાં એક ગોળી ટ્રમ્પના કાનમાં વાગી હતી. હવે એવું લાગી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે.

PROMOTIONAL 12

આ મામલો અમેરિકાના મિલવૌકીનો છે અને અહીં રિપબ્લિકન પાર્ટીના સંમેલન સ્થળ નજીક પોલીસે માસ્ક પહેરેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. રિપબ્લિકન પાર્ટીનું નેશનલ કન્વેન્શન મિલવૌકીમાં જ આયોજિત કરવામાં આવી રહ્યું છે, અહીંથી ધરપકડ કરાયેલા વ્યક્તિ વિશે જાણવા મળ્યું છે કે તેની ઉંમર 21 વર્ષની આસપાસ છે. શંકાસ્પદ પાસેથી એક AK-47 રાઈફલ મળી આવી છે.

બીજી તરફ આ જ વિસ્તારમાં રિપબ્લિકન રાષ્ટ્રીય સંમેલન નજીક પોલીસે એક શંકાસ્પદને ગોળી મારી હતી. સંમેલન સ્થળથી થોડે દૂર પાંચ સુરક્ષાકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે એક શકમંદને જોયો જેના હાથમાં ચાકુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ચેતવણી છતાં, તે વ્યક્તિ અન્ય વ્યક્તિ પર હુમલો કરવાના ઇરાદે આગળ વધી રહ્યો હતો. જે બાદ તેને ગોળી મારવામાં આવી હતી.

વધુ વાંચો: ચાલબાઝ ચીનની નજર હવે PoK પર, 13000 ફૂટની ઉંચાઈ પર સૈન્ય મથકનું નિર્માણ, સેટેલાઈટ તસવીરમાં ખુલાસો

પોલીસે આ ઘટનાનો બોડી કેમ વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિના હાથમાં ચાકુ છે અને પોલીસની ચેતવણી છતાં તે ત્યાં હાજર અન્ય વ્યક્તિ પર હુમલો કરવાના ઈરાદાથી આગળ વધે છે. આ દરમિયાન ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ તેને ચેતવણી પણ આપે છે પરંતુ તે અટકતો નથી અને અંતે પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Republican Party Convention Meet Donald Trump Attack Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ