US Elections 2020 / Result: જીતથી 6 પગલા દૂર બાઇડેન, ઈતિહાસમાં સૌથી વધુ મત મેળવનાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યાં

US election 2020 results biden inches closer to victory

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પુરુ થઇ ગયું છે, હવે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઘણા રાજ્યોમાંથી વલણ તેમજ પરિણામ આવી ગયા છે. ડેમોક્રેટસના ઉમેદવાર જો બાઇડેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં જો બાઇડેનને 264 ઇલેક્ટોરલ મત મળી ગયા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 મત મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારના પક્ષમાં 270 ઇલેક્ટોરલ મત હોવા જોઇએ. એટલે કે જો બાઇડેનને હવે માત્ર 6 ઇલેક્ટોરલ મતની જરુર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ