બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 PM, 14 July 2024
રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ ગોળીબારમાં સહેજમાં બચી ગયાં અને તેમના જમણા કાનને અડીને ગોળી નીકળી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટના બાદ તરત જ હુમલાખોરને ઠાર કરાયો હતો.
ADVERTISEMENT
ખોપડી ઉડાવનારી રાઈફલથી ટ્રમ્પ પર એટેક
ટ્રમ્પ પર જે બંદૂકથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તે અત્યંત આધુનિક અને ખતરનાક રાઈફલ છે જે અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે. આ રાઈફલ ખૂબ જ ઝડપથી ગોળીઓ ચલાવે છે. તે સેકન્ડોમાં ઘણા લોકોને મારી શકે છે. તેના અપગ્રેડેડ વર્ઝનનો ઉપયોગ અમેરિકન સૈનિકો પણ કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : હેલો ! મારી સાથે દોસ્તી કરશો, ખુબસુરત છોકરીએ બોલાવીને યુવકનો બનાવ્યો ન્યૂડ વીડિયો પછી...
એક ગોળી ખોપડી ઉડાવી શકે એટલી ખતરનાક
ઘટનાસ્થળેથી એઆર-સ્ટાઈલની સેમી-ઓટોમેટિક રાઈફલ મળી આવી છે. સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે તે AR-15 છે. AR-15 એ અમેરિકામાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ ઓળખી શકાય તેવા હથિયારોમાંનું એક છે. યુએસમાં અનેક હાઈ-પ્રોફાઈલ ગોળીબારમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. AR-15 એ એક નાગરિક રાઇફલ છે જે "આધુનિક સ્પોર્ટિંગ રાઇફલ" ની શ્રેણીમાં આવે છે. જેનો ઉપયોગ સ્પર્ધા અને શિકાર માટે થાય છે. સૌ પ્રથમ 1950 ના દાયકામાં આ રાઈફલ બનાવાઈ હતી શસ્ત્રોની ડિઝાઇન 1959માં કોલ્ટ નામની અન્ય કંપનીને વેચવામાં આવી હતી. તેના અપગ્રેડેડ વર્ઝનનો ઉપયોગ અમેરિકન સૈનિકો પણ કરે છે. આ રાઈફલ ખૂબ જ ઝડપે ગોળીઓ છોડે છે. થોડીક સેકન્ડમાં ઘણા લોકોને મારી શકે છે. એક જ ગોળી ખોપડીને ઉડાવી દેવા અને શરીરના મહત્વપૂર્ણ અવયવોને વીંધવા માટે પૂરતી છે, સેકન્ડના ભાગમાં તે 6 મેદાનને પાર જઈ શકે તેવી તેની સુપર સ્પીડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.