બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:32 AM, 10 December 2024
America: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. હવે ટ્રમ્પની ટીમમાં નવું નામ ઉમેરાયું છે. ટ્રમ્પે ભારતીય-અમેરિકન હરમીત ધિલ્લોનને ન્યાય વિભાગમાં સહાયક એટર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા છે.
ADVERTISEMENT
I'm extremely honored by President Trump's nomination to assist with our nation's civil rights agenda. It has been my dream to be able to serve our great country, and I am so excited to be part of an incredible team of lawyers led by @PamBondi. I cannot wait to get to work!
— Harmeet K. Dhillon (@pnjaban) December 10, 2024
I… pic.twitter.com/L2NCA9m987
ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે ખૂદે આની જાહેરાત કરતા કે 'હું હરમીત કે ધિલ્લોનને અમેરિકી ન્યાય વિભાગમાં નાગરિક અધિકાર માટે સહાયક એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરીને ખુશ છું. હરમીત તેની સમગ્ર કારકિર્દી દરમિયાન નાગરિક સ્વતંત્રતાની સુરક્ષા માટે ઉભી રહી છે.' નોંધનીય છે કે, હરમીત ટોચના વકીલોમાંની એક છે. અને તે ડાર્ટમાઉથ કૉલેજ અને યુનિવર્સિટી ઑફ વર્જિનિયા લૉ સ્કૂલના સ્નાતક છે.
હરમીતનો જન્મ ચંદીગઢમાં થયો હતો
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, 'હરમીત શીખ સમુદાયના આદરણીય સભ્ય છે. ન્યાય વિભાગમાં, હરમીત આપણા બંધારણીય અધિકારોના અથાક રક્ષક હશે અને આપણા નાગરિક અધિકારો અને ચૂંટણી કાયદાઓને નિષ્પક્ષ અને દૃઢતાથી અમલ કરશે.' ઉલ્લેખનીય છે કે, હરમીત ધિલ્લોનનો જન્મ ચંદીગઢમાં થયો હતો. તેના બાળપણ દરમિયાન જ તેના માતા-પિતા અમેરિકા જતા રહ્યા હતા. 2016માં, તે ક્લેવલેન્ડમાં GOP સંમેલનના મંચ પર ઉપસ્થિત થનાર પ્રથમ ભારતીય-અમેરિકન હતી.
આ ભારતીયોને પણ ટ્રમ્પની ટીમમાં સ્થાન મળ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં અનેક ભારતીયોને પોતાની ટીમમાં નોમિનેટ કર્યા છે. નવા ચૂંટાયેલા ઉપાધ્યક્ષ જેડી વેંસની પત્ની ઉષા ચિલુકુરી ભારતીય મૂળની છે. ઉષા આંધ્ર પ્રદેશની છે. કાર્યક્ષમતા વધારતા વિભાગના વડા તરીકે નિયુક્ત કરાયેલા વિવેક રામાસ્વામીના પણ કેરળ સાથે જોડાણ છે. તેના માતા-પિતા કેરળથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને તેનો જન્મ અહીં થયો હતો. આ સિવાય કોલકાતામાં જન્મેલા જય ભટ્ટાચાર્યને ટ્રમ્પે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર પદ માટે પસંદ કર્યા છે.
એફબીઆઈના વડા તરીકે ગુજરાતીની નિમણૂક
એટલું જ નહીં, ટ્રમ્પે તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સ વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા છે. ગબાર્ડે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ટ્રમ્પને ખુલ્લીને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત ટ્રમ્પે તાજેતરમાં એફબીઆઈના વડા તરીકે કાશ પટેલની નિમણૂક કરી છે. ન્યુયોર્કમાં જન્મેલા પટેલ મૂળ ગુજરાતના છે. જોકે તેના માતા તાંઝાનિયાના છે અને પિતા યુગાન્ડાના છે. તેઓ 1970માં કેનેડાથી અમેરિકા આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમેરિકી શપથ સમારોહ / VIDEO : ટ્રમ્પ મેલાનિયાને કિસ કરવા ગયા પરંતુ ટોપીએ બગાડી નાખ્યો ખેલ, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.