બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એક ડૉક્ટર 5 વર્ષ સુધી ન્હાયો નહીં! આમ કરવાનું કારણ જણાવ્યું, જાણશો તો નુકસાનીથી બચશો
Last Updated: 10:31 PM, 9 February 2025
જ્યારે તમે પર્સનલ સ્વચ્છતા વિશે વિચારો છો, ત્યારે તમારા મનમાં શું આવે છે? દિવસમાં ઓછામાં ઓછું એક વાર ન્હાવું. પરંતુ એક અમેરિકન ડૉક્ટરે આ સામાન્ય માન્યતાને પડકાર આપ્યો અને પાંચ વર્ષ સુધી ન નહાયો. એટલું જ નહીં, ડૉક્ટરનો એવો પણ દાવો છે કે 5 વર્ષથી નહાવા છતાં, તેને દુર્ગંધ નથી આવતી. આ દાવો કરનાર ડૉક્ટરનું નામ ડૉ. જેમ્સ હેમ્બલિન છે. આ સિવાય, ડૉક્ટરે એવો પણ દાવો કર્યો હતો કે શેમ્પુ, સાબુ અને અન્ય પ્રકારના સ્વચ્છતા ઉત્પાદનો નકામા છે અને તેમની શરીર પર ખરાબ અસર પડે છે.
ADVERTISEMENT
એક્સપેરિમેન્ટ માટે કર્યું આવું
ADVERTISEMENT
ડૉક્ટરે આવું દરરોજ ન્હાવાની જરૂરરીયાત પર પ્રશ્નો ઉઠાવીને જાણવાનો પ્રયત્ન કર્યો કે શું હકીકતમાં વ્યક્તિને ન્હાવું જરૂરી છે? શું સ્વચ્છતાની આદતો આપણાં સ્વાસ્થ્ય માટે જરૂર છે કે આ માત્ર વ્યક્તિગત પસંદ છે. આ એક્સપેરિમેન્ટ માટે ડૉક્ટરે પતે ન્હાવાનું બંધ કરી દીધું અને 5 વર્ષ સુધી નથી ન્હાયો. હેમ્બલિનનો પ્રયોગ સ્વચ્છતાને ખતમ કરવાનો નહતો પરંતુ વારંવાર ન્હાવું જરૂરી છે કે કેમ તે વિચારને ચૂનોતી આપવા માટે હતો. તે સમજવા માંગતો હતો કે શું શેમ્પૂ અને સાબુ જેવા પર્સનલ કેર ઉત્પાદનોની જરૂર છે.
ADVERTISEMENT
શેમ્પૂ ને અને સાબુનો ઉપયોગ જણાવ્યો ખતરનાક
એક વાતચીતમાં, ડૉ. હેમ્બલિને નહાવા પાછળનો તર્ક સમજાવતા કહ્યું કે આપણી સ્કીન આપણા માઇક્રોબાયોનું ઘર છે. માઇક્રોબાયોમ એ બેક્ટેરિયાનું એક જટિલ ઇકોસિસ્ટમ છે જે ત્વચાના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાબુ અને શેમ્પૂથી વારંવાર હાથ ધોવાથી તમારી સ્કીન કુદરતી રીતે સૂકાઈ જાય છે અને શરીર દ્વારા ઉત્પાદિત તેલ અને રસાયણો દૂર થાય છે. ડૉક્ટરે વધુમાં સમજાવ્યું કે સાબુ તમારી ત્વચામાં હાજર ચરબી, લિપિડ્સ અને તેલને દૂર કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઓફિસના ધક્કા નહીં ખાવા પડે! આધાર કાર્ડને ઘરે બેઠા જ આ રીતે રેશન કાર્ડ સાથે કરો લિંક
ન ન્હાવા બાદ પણ શરીરથી દુર્ગંધ ન આવવાનું કારણ
ADVERTISEMENT
ડૉ. હેમ્બલિન કહ્યું કે લોકોને સૌથી મોટી ચિંતા એ છે કે જો તેઓ સ્નાન નહીં કરે, તો તેમના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગશે. જોકે, હેમ્બલિનને જાણવા મળ્યું કે સમય જતાં, તેનું શરીર તેની સાથે અનુકૂળ બની ગયું. હેમ્બલિને વધુ કહ્યું કે કસરત પછી પણ, જ્યારે તમારું શરીર પરસેવા અને મીઠાથી ભીંજાયેલું હોય છે, ત્યારે તેને ફક્ત પાણીથી ધોઈ શકાય છે. હેમ્બલિને સ્પષ્ટતા કરી કે તેઓ લોકોને સ્નાન બંધ કરવાનું કહી રહ્યા નથી. તેના બદલે, તેઓ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાન અભિગમ અપનાવવા પ્રોત્સાહન આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.