બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:52 PM, 19 September 2024
અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ જારી કર્યું છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
NSA Ajit Doval sir is being called to appear in a US Court of law
— Lakshay Mehta (@lakshaymehta31) September 19, 2024
Strong stand needed.
If USA can file a case then, What is stopping India to file a case against Dolund Lu and Eric Garceti for their alleged role in meddling with India's internal affairs ?
Cc: @DrSJaishankar pic.twitter.com/Spdo80NGdj
શું બોલ્યાં ભારતીય વિદેશ સચિવ
ADVERTISEMENT
અમેરિકી કોર્ટના સમન્સ પર વિદેશ સચિવે કહ્યું કે જ્યારે આ મામલો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે કાર્યવાહી કરી. આ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી રહી છે. હવે હું તે વ્યક્તિ તરફ ધ્યાન દોરવા માંગુ છું જેણે આ કેસ દાખલ કર્યો છે. ગુરપતવંત સિંહ પન્નુનો ઈતિહાસ દરેક વ્યક્તિ જાણે છે કે તેઓ કેવી રીતે ગેરકાયદેસર સંગઠન સાથે જોડાયેલા છે. દરેક વ્યક્તિ આ જાણે છે.
કોણ છે ગુરપતવંત સિંહ પન્નુ
ગુરપતવંત સિંહ કટ્ટરવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે. તેઓ ભારતીય નેતાઓ અને સંસ્થાઓ વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપતા રહ્યા છે. ભારત સરકારે 2020માં ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંનેની નાગરિકતા છે.
વધુ વાંચો : પોલીસ કમિશનરે ફ્લેટ પર બોલાવીને 17 વર્ષ નાની પોલીસવાળી સાથે શારીરિક સંબંધ બાંધ્યો, હડકંપ
ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો
ભારત સરકારે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છે. જ્યારે વિદેશ સચિવ વિક્રમ મિસરીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ બિલકુલ ખોટું છે અને અમને તેની સામે વાંધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.